________________
૩૮)
.
મહાવીરનો વારસદાર કોણ? એક રાજા હતાં. તેને કોઈ જ્ઞાનીએ કહ્યું કે તમારું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારી છે. આઠ દિવસ પછી તમારૂ મરણ થશે. ત્યાર બાદ તમારા જ મહેલનાં શૌચાલયમાં તમારો જન્મ એક લાલ કીડારૂપે થશે. આ સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. તેણે પોતાના ચાર દીકરા ને બોલાવ્યા અને કહ્યું કે જો તમે તમારા પિતાને લાલ કીડાના રૂપમાં દેખવા ન ઈચ્છાતા હો, તો અહીંથી મરણ થતાં જેવો કીડાનાં રૂપમાં મારો જન્મ થાય કે તરત જ ત્યાં લાલ કીડાને મારી નાખજો. શું તમે તમારા પિતાને એવી નીચી ગતિમાં રાખવા માંગશો? ચારેય દીકરાએ વચન આપ્યું કે અમે આપને લાલ કીડાની દશામાંથી મુક્ત કરી આપીશું. અહીં રાજાનું મરણ થાય એના પહેલા ચારેય દીકરા ત્યાં ટોઈલેટમાં કીડાના જન્મની રાહ જોવા લાગ્યા. અહીં રાજાનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાં ટોઈલેટમાં લાલ કીડાનો જન્મ થયો. ચારેય દીકરા લાકડી લઈને મારવા જાય છે કે તરત જ કીડો ઉછળીને ભાગી ગયો. તે કીડો મરવા ઈચ્છતો નથી. તે એમ કહેવા ઈચ્છે છે કે “હું કીડો છું, મનેન મારો” અર્થાત્ જે આત્મા રાજાના શરીરમાં એમ માનતો હતો કે “હું રાજા છું.” તે જ આત્મા કીડાના શરીરમાં એમ માને છે કે હું કીડો છું. આમ, દરેક મિથ્યાદિષ્ટી શરીરમાં અહંબુદ્ધિ કરે છે. અજ્ઞાની શરીરની ક્રિયાનો પોતાની ક્રિયા માને છે તથા પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખતો નથી.
નાગસેન મુનિ તત્ત્વાનુશાસનમાં કહે છે – सद्रव्यमस्मि चिदहं ज्ञाता द्रष्टा सदाप्युदासीन: । स्वोपात्त देहमात्रस्तत: पृथग्गगनवदमूर्त: ।।१५३।।
સભાવ દ્રવ્ય છું, ચૈતન્યમય છું, જ્ઞાતા દષ્ટા છું, સદાય વૈરાગ્યવાન છું. જો કે શરીરમાં શરીર પ્રમાણ છું તો પણ શરીરથી જુદો છું. આકાશ સમાન અમૂર્તિક છું.”
આત્મા અને શરીર એકક્ષેત્રવગાહી છે પરંતુ એક નથી. આકાશના જે પ્રદેશ પર આત્મા હોય તે જ પ્રદેશ પર શરીર હોવાથી આત્મા અને શરીર વચ્ચે એકક્ષેત્રાવગાહ સંબંધ કહેવામાં આવે છે. બે દ્રવ્યમાં એકપણાનો આભાસ થઈ શુકે છે પણ બેદ્રવ્ય એક થઈ શકતા નથી તથા એ પણ નિશ્ચિત છે કે એકપણાના