Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 44
________________ મહાવીરનો વારસદાર કોણ? (૩૫ સ્વાનુભૂતિ દર્શનમાં રુચિના સંદર્ભમાં વિવેચન કરતા કહ્યું છે કે, જીવને જ્યાં રુચિ છે, ત્યાં તેનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. જીવનો સમય અર્થાત્ સમય-સમય પર પરિણમતું જ્ઞાન જીવનું સર્વસ્વ છે તેથી જેને પોતાના સ્વભાવની રુચિ જાગૃત થઈ હોય, તેની પર્યાય પણ સ્વભાવ તરફ ઢળે છે. તેને તત્ત્વભ્યાસ કરવા માટે સહજ સમય પણ મળે છે. મેં કોઈ એક સાધર્મી ભાઈને કહ્યું કે, તમે મારી સાથે સ્વાધ્યાય કરવા આવજો. તો તેઓ બોલ્યા કે મારી પાસે સમય નથી. એકવાર હું આમ જ તેમના ઘેર પહોંચી ગયી અને પુછયું કે તમે શું કરો છો ? તો બોલ્યા કે, Time Pass (સમય પસાર) કરી રહ્યો છું. તેથી સમજી શકાય કે જીવ પાસે આત્મા માટે થોડો પણ સમય નથી, પણ પરપદાર્થ માટે ઘણો સમય છે કે સમયને કયાં પસાર કરવો એની ખબર નથી. ઈન્દ્રિય ભોગોને ભોગવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારને આત્માની ચર્ચા સાંભળવાની પ્રેરણા પણ કડવી લાગે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોને એકઠા કરવા માટે તથા શરીરની સ્વસ્થતા તથા સુંદરતા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચી કાઢે છે પણ જિનમંદિરમાં કે જિનવાણીના પ્રચારપ્રસાર માટે એક રૂપિયો પણ ખર્ચતા પહેલા હજારવાર વિચાર કરે છે. ગુરુદેવ કહેતાકે પૈસો તો બહારનો પ્રાણ છે. હું તો ત્યાં સુધી કહું છું કે જો તમારે કોઈ સાથે સંબંધ ખરાબ કરવો હોય તો કોઈ પાસે પૈસા માંગીને જોઈ લો. આ જગતમાં કોઈ જૈન ધર્મ પાળે છે તો કોઈ હિંદુ ધર્મ પાળે છે. પરંતુ અજ્ઞાનીનો અંતરનાદ તો એમ કહે છે કે અમે તો ગાંધીધર્મ પાળીએ છીએ, કારણકે ભારતદેશની એવી કોઈ ચલણી નોટ નથી કે જેમાં ગાંધીજીનો ફોટો ન હોય. અમે તો પૈસાના પૂજારી છીએ. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાને દાસ એવી તેની મનઃસ્થિતિ હોય છે. કારણકે પૈસાથી જ ગાડી-બંગલા વગેરે વસ્તુઓ ખરીદી શકીએ છીએ. ખરેખર આપણે વસ્તુ ખરીદતા નથી પણ વસ્તુનું પોતાપણું ખરીદીએ છીએ. જ્યારે કોઈ ગ્રાહક ગાડી ખરીદે છે ત્યારે તે ગાડી નહિ પણ, ગાડીનું પોતાપણું ખદીદે છે. તે 'પાંચ લાખ રૂપિયાનું પોતાપણું છોડીને ગાડીમાં પોતાપણું કરે છે. બીજી બાજુ દુકાનદાર ગાડીનું પોતાપણું છોડીને પાંચ લાખ રૂપિયામાં પોતાપણું કરે છે. આમ, દુકાનદાર માલ વેચતો નથી તથા ગ્રાહક માલ ખરીદતો નથી. બને માત્ર પોતાપણું

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98