________________
૩૪)
મહાવીરનો વારસદાર કોણ? આત્મા છું. એમ નિરંતર વિચાર કરતા શરીર સાથે જે એકત્વબુદ્ધિ છે તે મંદ પડશે અને એક સમય એવો પણ આવશે જ્યારે મિથ્યાબુદ્ધિ દૂર થઈ સમ્યબુદ્ધિ પ્રગટ થશે. રાગાદિ વિકારની મંદતા વિના ભેદજ્ઞાનનો અભ્યાસ કદાપિ થઈ શકે નહિ. જ્ઞાનીને ભેદજ્ઞાન સહજ હોય છે, જ્યારે અજ્ઞાનીએ આગમના અભ્યાસથી બુદ્ધિપૂર્વક ભેદજ્ઞાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. તે જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. આત્મામાં જ્ઞાનનું હોવું તથા જ્ઞાનમાં આત્માનું હોવું એ બંને અલગ અલગ વાત છે. આત્મામાં જ્ઞાનનું હોવું એ સ્વભાવ છે તથા જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે. એનો અર્થ એમ થયો કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે તેથી આત્મદ્રવ્યમાં ત્રિકાળ હોય છે. તે જ્ઞાનગુણની પર્યાય જ્યારે આત્મદ્રવ્યને જાણે ત્યારે તેને આત્માનો પુરુષાર્થ અથવા આત્મજ્ઞાન થયું એમ કહેવાય.
એક વાત તો નિશ્ચિત છે જેને પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોથી વિરક્તિ થઈ નથી, તેને આત્માની રુચિ પણ જાગી નથી. આત્માની રુચિ એટલે પરપદાર્થોની અરુચિ. પરપદાર્થોની અરુચિનો અર્થ જ ન સમજવો. અરુચિ એટલે રાગ અને દ્વેષ બંનેનો અભાવ. જ્યારે કોઈ બેંકમાંથી ફોન આવે કે તમારે લોન જોઈએ છે? તો તમે કહેશો, “No, I am not interested” એનો અર્થ એમ થયો કે મને તમારી વાતમાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. મારે તમારી વાત જાણવામાં રસ નથી. તે રીતે પુદ્ગલમાં રાગ કે દ્વેષનો ભાવ તો ન જ આવે પણ તેને જાણવાનો ભાવ પણ ન આવે તેને ખરી રીતે પુદ્ગલની અરૂચિ થઈ એમ કહેવાય. જેના હોવાથી તથા નહિ હોવાથી પોતાને કોઈ ફરક ન પડે ત્યારે તેની અરૂચિ છે એમ કહેવાય. પુદ્ગલની અરૂચિને સમજવાની એક સરળ કળા છે. જેમકે કોઈ જ્ઞાની આત્મા વિષે પ્રવચન આપે છે, તો એ સાંભળીને અજ્ઞાનીને તે આત્મામાં રાગ થતો નથી અને દ્વેષ પણ થતો નથી. એટલું જ નહિ, તેને આત્માને જાણવાનો ભાવ પણ થતો નથી. તેને આત્મા ના હોવા કે નહિ હોવાથી - કોઈ ફરક પડતો નથી; તેથી એમ કહેવાય છે, તેને આત્માની અરૂચિ છે. જેની અરૂચિ હોય છે, તેનો વિકલ્પ પણ આવતો નથી. તે જ રીતે જ્યારે પારદ્રવ્યમાં - અરૂચિ થાય ત્યારે એમ સમજવું કે આત્મામાં રુચિ જાગૃત થઈ છે.
ધન્યાવતાર પ્રશમમૂર્તિ બહેન શ્રી ચંપાબેનની તત્ત્વચર્ચાના સંકલનરૂપ