Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૩ર) મહાવીરનો વારસદાર કોણ? અજ્ઞાની ક્યારેક મોક્ષની પણ ઈચ્છા કરે તો વિના મહેનતે મોક્ષકેમ મળે એવા વિચારો કરે છે. ખરેખર જેને સંસાર પરિભ્રમણથી કંટાળો આવી ગયો હોય, જેને સંસાર દુઃખરૂપ લાગ્યો હોય, જેને ચારગતિ અને ચોરાસી લાખ યોનિના પરિભ્રમણનો થાક લાગ્યો હોય; તેને મોક્ષની રુચિ થઈ એમ કહેવાય. જો તમારી કસોટી કરતા કોઈ એમ કહે કે અત્યારે મોક્ષની બસ કે ગાડી જઈ રહી છે અને પૂછે કે તમારે આવવું છે? સાથે ચોખવટ કરે કે, હાં, એકવાર મોક્ષે ગયા પછી ત્યાંથી પાછા આવવાની સુવિધા નથી, ત્યારે તમે એકવાર નહિ પણ સો વાર વિચાર કરશો અને અંતે ના પાડશો. તેના પરથી એમ સમજી શકાય કે, વિના મહેનતે મફતમાં જો મોક્ષ પ્રાપ્તિની ગેરેંટી આપવામાં આવે, તો પણ મોક્ષ જોઈતો નથી. એવા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ક્યારે પામશે? કોઈ એમ પણ કહે કે ના, અમને તો આજે કોઈ મોક્ષમાં લઈ જતું હોય તો જવા તૈયાર છીએ, તો તેને પણ મોક્ષ નહિ મળે કારણકે તે એમ કહે છે કે, “અમે જવા તૈયાર છીએ.' બીજાને પણ સાથે લઈને મોક્ષમાં ન જઈ શકાય. તેથી એમ વિચાર આવવો જોઈએ કે, “મોક્ષે જવા તૈયાર છું. આમ, મુક્તિની પ્રાપ્તિના લક્ષ્ય આત્મસ્વરૂપની સમીપ જવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે નિર્વિકલ્પ આત્માનુભૂતિ વિના મોક્ષ તો દૂર પણ મોક્ષનો માર્ગ પણ મળશે નહિ. તથા ભેદજ્ઞાન તથા વિના નિર્વિકલ્પ અનુભૂતિ થઈ શકશે નહિ. ભેદજ્ઞાન એટલે ભેદરૂપ પદાર્થને ભેદરૂપે જાણવા. બે પરપદાર્થ વચ્ચે ભેદ માનવાથી તથા સ્વદ્રવ્યમાં પણ ભેદ માનવાથી ભેદજ્ઞાન થતું નથી કારણકે બે પરદ્રવ્ય વચ્ચે ભેદ માનવાથી રાગ-દ્વેષ થાય છે તથા સ્વદ્રવ્યમાં ભેદ માનવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી ભેદજ્ઞાનસ્વદ્રવ્ય તથા પરદ્રવ્ય વચ્ચે થવું જોઈએ. પાડોશીની ગાડી અને પોતાની ગાડી બંને ગાડી આત્માની દષ્ટિએ પદ્રવ્ય જ છે, છતાં પણ તેમાં પોતાનો અને પરનો ભેદ માનવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. આત્માને જ્ઞાન તથા દર્શન વગેરે ગુણોના ભેદરૂપ માનવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી સ્વ-પરના ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. શ્રી અમૃતચંદ્રાચાર્યસમયસાર કળશમાં કહે છે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98