Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 39
________________ ૩૦) મહાવીરનો વારસદાર કોણ? પુદ્ગલનું સ્વરૂપ છે. માત્ર ધન જ નહિ પણ દરેક પૌલિક વસ્તુ ધૂળ છે. પછી ભલે, તે ધન હોય કે તન હોય. સોનું કાદવમાં પણ સોનું રહે છે, તે બદલાતું જ નિથી, એ વાત નિશ્ચય દષ્ટિએ વિચારતા અસત્ય સિદ્ધ થાય છે. સોનામાંથી કપડાં પણ બને અને તેલ પણ બને. પરંતુ તેના વચ્ચે અનેક પર્યાયો બદલાય છે. સોનામાંથી સીધા કપડાં બનતા નથી. પણ સોનું પરિવર્તન સ્વભાવી હોવાથી નિરંતર બદલાય છે કે જે એક સમયે કપડાંની પર્યાય રૂપે પણ પરિણમશે, જો કોઈને પૂછો કે ઘાસમાંથી મીઠાઈ બની શકે તો તે કહેશે, શું વાત કરો છો? ઘાસમાંથી તો મીઠાઈ બનતી હશે? પણ તેને યુક્તિ તથા દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે, તો તે સમજી શકે છે. જેવી રીતે ગાયે ઘાસ ખાધું અને દૂધ આપ્યું. તે દૂધના પરમાણું ક્યાંથી આવ્યા અને ઘાસના પરમાણું ક્યાં ગયા? કારણ કે એક પણ પરમાણું નવો ઉત્પન્ન થતો નથી અને એક પણ પરમાણું નષ્ટ થતો નથી. એનો મતલબ એ થયો કે ઘાસના પરમાણું પોતે પર્યાયથી પલટીને દૂધરૂપે થયા છે. એ જ રીતે દૂધના પરમાણું દહીંરૂપે, દહીંના પરમાણું છાશરૂપે, છાશના પરમાણું માખણરૂપે, માખમના પરમાણું ઘી રૂપે તથા ઘીના પરમાણું મીઠાઈરૂપે પરિણમ્યા છે. તેથી ઘાસના પરમાણું જ ક્રમે કરીને મીઠાઈરૂપે પરિણમે છે અર્થાત્ ઘાસમાંથી મીઠાઈ બને છે. જે રીતે ઘાસના પરમાણું પૂર્વોક્ત પર્યાયરૂપે પલટાય છે, તે રીતે અન્ય પુદ્ગલ પર્યાયરૂપે પણ પલટાય છે. ઉત્પાદ તથા વ્યયરૂપે પરિણમતી બંને પર્યાય contrast રૂપ-વિરુદ્ધ સ્વભાવી હોય તો અજ્ઞાનીને પકડમાં આવવાની સંભાવના વધુ હોય છે. જેમકે રોટલીને ગેસ પર ગરમ કરતા તે કાળી પડે છે. ત્યાં સફેદથી કાળા પડવારૂપ પરિણમન પાંચ મિનિટમાં પણ જણાઈ શકે છે કારણકે તે સફેદ અને કાળી પર્યાયમાં વિરોધીપણું છે. રોટલીમાં પાંચ મિનિટ બાદ થયેલો બદલાવ સમજાય છે, તે જ પ્રમાણે કાળો કોલસો ગરમ થતાં લાલ દેવતા-અંગારારૂપે અને પછી અંતે સફેદ રાખરૂપે બદલાતો દેખાય છે પરંતુ સોનામાં પાંચ વર્ષ પછી પણ બદલાવ દેખાતો નથી. તેનો અર્થ એમ ન સમજવો કે સોનામાં બદલાવ થતો નથી. બદલાવું એ તો વસ્તુનો સ્વભાવ છે. પરંતુ તેના પ્રત્યેક સમયના બદલાવનું સ્પષ્ટ જ્ઞાન ન થવું એ આત્માનો વિભાવ છે, અજ્ઞાનીનું અજ્ઞાન છે. કેવળજ્ઞાન વડે પ્રત્યેક સમયનું

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98