________________
(૩૧
મહાવીરનો વારસદાર કોણ? પરિણમન પણ જણાય છે; તેથી એ નિર્ણય થવો જોઈએ કે દરેક દ્રવ્ય નિત્ય પરિણમનશીલ છે. આમ, જીવ અને પુદ્ગલનું સ્વરૂપ વિસ્તારથી સમજવું. વિશેષ સ્વરૂપ એમ જાણવું કે જેવી રીતે જીવનું ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ થાય છે, તેવી રીતે પુદ્ગલનું પણ પરિભ્રમણ થાય છે. ટેલિવિઝનમાં ડિસ્કવરી ચેનલ પર ડાયનાસોર જેવા વિચિત્ર પ્રાણીઓ બતાવવા આવે છે, તો એને દેખીને એવો પ્રશ્ન ન કરવો કે, શું ભૂતકાળમાં આવા પ્રાણીઓ પણ હશે? ત્યાં એમ વિચાર કરવો કે ભૂતકાળમાં અનંતવાર હું આવા ભવો ધારણ કરી ચુક્યો છું અને વર્તમાનમાં આ અમુલ્ય મનુષ્યનો ભવ મળ્યો છે. એમ પુદ્ગલ વિષે પણ જાણવું કે, દરેક પુદ્ગલ વસ્તુ, જગતમાં રહેલી દરેક પુદગલ વસ્તુની પર્યાય સમાન ક્યારેક પરિણમેલી હોય છે અને ભવિષ્યમાં પણ પરિણમશે. કોઈને મર્સીડીઝ ગાડીને દેખીને તેની મહિમા આવે, તો એમ વિચાર કરવો કે, તે ગાડીના પરમાણું ભૂતકાળમાં વિષ્ટા વગેરે પર્યાયરૂપે પરિણમી ચુક્યા છે; તેથી તે ગાડી વખાણ કરવા લાયક તો નથી જ. ત્યારે કોઈ એમ કહે કે એ તો ભૂતકાળમાં વિષ્ટરૂપે હતા પરંતુ વર્તમાનમાં તો ગાડીરૂપે છે, તેથી તેને વર્તમાનરૂપે દેખો. હાં! તે પરમાણું વર્તમાનમાં ગાડીરૂપે છે પણ છે તો પુદ્ગલ જ. તે ગાડીરૂપે પરિણમી જવાથી જીવ નથી થઈ ગયા. આમ, ગમે તે પુદ્ગલ હોય, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દષ્ટિએ તો તે પુદ્ગલ હોવાથી તુચ્છ જ છે. પરિભ્રમણ તો જીવ અને પુલ બંનેમા થઈ શકે છે કારણકે તેમાં કિયાવતી ગુણ છે. પરંતુ તેમાં જીવ માટે
એક સુવિધા છે કે, જો તેને પરિભ્રમણ ન કરવું હોય, તો તે મુક્તિ પામીને લોકાગ્ર સ્થિર થઈ શકે છે અને પરિભ્રમણ રોકી શકે છે. આ પ્રકારની સુવિધા પુદ્ગલ પાસે નથી. પુદ્ગલનું પરિભ્રમણ જેવું ભૂતકાળમાં થતું હતું, તેવું પરિભ્રમણ ભવિષ્યમાં પણ નિયમથી થશે.
જૈનદર્શનના ગૂઢ રહસ્યને સમજ્યા વિના વીતરાગતા કે વિજ્ઞાનતા પ્રગટી શકે નહિ, અનેક ગ્રંથોને વાંચીને તત્ત્વનો અભ્યાસ કરવાથી વિકલ્પ થાય છે, એમ કહીને આળસ વૃતિનું પોષણ ન કરવું જોઈએ. આળસુ જીવો સંસારમાં રહીને વિના મહેનતે સુખી થવા માંગે છે. જો સંસારમાં સુખ હોય તો તીર્થંકરાદિ ભગવાને સંસાર શા માટે છોડયો? અર્થાત સંસારમાં લેશમાત્ર સુખ નથી.