________________
મહાવીરનો વારસદાર કોણ?
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्य व्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वाद भेदव्युदास: । ज्ञानादेव स्वरसविकसन्नित्य चैतन्यधातो: क्रोधादेश्च प्रभावति भिदा भिंदती कर्तृभावम् ।।६०॥
“ભેદવિજ્ઞાનના બળથી જ્ઞાનીને ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા ભિન્ન ભિન્ન દેખાય છે. ભેદવિજ્ઞાનથી જ રંધાયેલા શાકમાં લવણનો અને શાકનો સ્વાદ અલગ અલગ સ્વાદમાં આવે છે. ભેદવિજ્ઞાનથી જ દેખાય છે કે આ આત્મા આત્મક રસથી ભરેલો નિત્ય ચૈતન્યધાતુની મૂર્તિ વીતરાગ છે તથા આ ક્રોધાદિ વિકારોનો કર્તા નથી. ક્રોધાદિ અલગ છે, આત્મા અલગ છે.”
ઉપરોક્ત કળશમાં આત્મા તથા ક્રોધાદિ પરભાવ વચ્ચે ભેદવિજ્ઞાન કરવાની કળા બતાવી છે. પરંતુ તે પહેલા આત્મા અને પર દ્રવ્ય વચ્ચે ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. પરદ્રવ્યમાં પણ મુખ્યપણે દેહથી ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો. કારણકે અજ્ઞાનીને એકત્વબુદ્ધિ હોવાથી તે અન્ય સંયોગી પદાર્થોમાં પણ મમત્વબુદ્ધિ કરે છે. -
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે
“વળી શરીરની અપેક્ષાએ અન્ય વસ્તુથી સંબંધ માને છે. જેમકેજેનાથી શરીર નીપજ્યું તેને પોતાના માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડેનીપજ્યા તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે-ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ હર કોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.”
તેથી જ્ઞાની પુરુષોએ મિથ્યાદિષ્ટીને શરીર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન કરવાની ભલામણ કરી છે. તે વાતને એક દષ્ટાંતથી આ રીતે સમજી શકાય છે.
- જ્યારે દર્પણ સામે જઈને દેખો, ત્યારે એમ વિચાર કરવો કે દર્પણમાં જે દેખાય રહ્યું છે, તે હું નથી; જે દેખાય રહ્યું છે તેને દેખનારો તથા જાણનારો હું