Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 37
________________ ૨૮) મહાવીરનો વારસદાર કોણ? શીતળતા એ ગુણ નથી પણ પર્યાય છે. મીઠાશ એ રસગુણની પર્યાય છે. તથા શીતળતા એ સ્પર્શગુણની પર્યાય છે. ગુણ તો દ્રવ્યમાં ત્રિકાળ ટકે છે તો ગોળ પણ હંમેશા મીઠાશરૂપે રહેવો જોઈએ અથવા પાણી પણ હંમેશા શીતળતારૂપે રહેવું જોઈએ. પરંતુ ગોળની મીઠાશ ખટાશરૂપે તથા પાણીની શીતળતા ઉષ્ણતારૂપે પરિણમે છે; તેથી ગોળની મીઠાશ અને પાણીની શીતળતા પર્યાય છે. આમ, જ્યાં સુધી મૂળ સિદ્ધાંત સંબંધી અજ્ઞાન હોય, ત્યાં સુધી આત્માનું સ્વરૂપ કેવી રીતે અનુભવમાં આવે? આત્માના અનુભવની વાત તો બહુ દૂર, આત્માની સમજણ પણ ન થાય. જ્યારે કોઈ પ્રવચન સાંભળે ત્યારે તે એમ માને છે કે, આત્માને સાંભળું છું અને શાસ્ત્ર વાંચે ત્યારે એમ માને છે કે આત્માને વાંચ છું. જ્ઞાની કહે છે કે જે આત્માને કાન વડે સાંભળે છે તથા આત્માને આંખ વડે દેખે છે તે મૂર્ખ છે, અજ્ઞાની છે કારણકે સાંભળવાનું કાર્યકાનના નિમિત્તથી થાય છે અને દેખવાનું કાર્ય આંખના નિમિત્તથી થાય છે. જેનું જ્ઞાન ઈન્દ્રિયોના માધ્યમથી થાય તે પુદ્ગલ જ હોય. આત્મા કાન વડે સંભળાતો નથી તથા આંખ વિડે દેખાતો નથી. પરંતુ પ્રવચન સાંભળીને અને શાસ્ત્ર વાંચીને આત્માનો નિર્ણય કરી શકાય છે. આત્માનો નિર્ણય થયા વિના આત્માનો અનુભવ થતો નથી. આત્મા અરૂપી તથા વચનાતીત છે, તેમ છતાં તેને સમજાવવા તથા સમજવા માટે શાસ્ત્ર તથા ગુરુ નિમિત્ત હોય છે. જેવી રીતે મૌન વચનાતીત છે તેમ છતાં મૌનને સમજાવવા માટે વચનનો સહારો લેવો પડે છે. તેવી રીતે આત્મા અતીન્દ્રિય છે, તેમ છતાં આત્માને સમજાવવા માટે ઈન્દ્રિયોનો સહારો લેવો પડે છે, કારણકે આજ સુધી કોઈ પણ જીવને વીતરાગી દેવ કે ગુરુના વચન વિના કે શાસ્ત્રના અભ્યાસ વિના આત્મજ્ઞાન થયું નથી. જેને આત્માની મહિમા હોય અને આત્માની પ્રતીતિ થઈ હોય, તેને આત્મ સ્વરૂપના પ્રતિપાદક દેવ-શાસ્ત્ર-ગુરૂની પણ અપાર મહિમા હોય. વર્તમાનકાળમાં એવા લોકો પણ ડગલેને પગલે જોવા મળે છે, જેઓ સમ્યગ્દર્શનનો અભ્યાસ તો કરે છે પણ તેમને સમ્યગ્દર્શન શબ્દ લખતાં પણ પ્રમાદ થાય છે. કેટલાંક લોકોએ તો સમ્યગ્દર્શનનું પણ શોર્ટ ફોર્મ કરી દીધું છે. તે સમ્યગ્દર્શનના સ્થાને માત્ર સ.દ. લખે છે. તે જ માણસ ક્યારેય એવું નથી કે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98