Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 36
________________ (૨૭ મહાવીરનો વારસદાર કોણ? ગરીબ છું, સ્ત્રી છું, પુરુષ છું, મનુષ્ય છું, દેવ છું એટલે કે પોતાને દેહરૂપે તથા દેહના સંયોગોને પોતાના માનવાનું ભૂલે અર્થાત છોડે તો દેહમાં રહીને પણ વૈદેહી થઈ જશે. ઘણાં વર્ષો પહેલાં પ્રસંગોપાત સંસારનું સ્વરૂપ બતાવતા મેં અનેક પદો લખ્યા હતા. તેમાંનું એક પદ આ પણ છે જેનો ભાવ અત્યંત માર્મિક છે. "यादरखना इसजगतमें, बहुत ही आसान है। । यदिभूलना आसान होता, होते हमलोकाग्रमें। સંસારના સંબંધોને યાદ રાખવા બહુ જ સહેલું છે, જો આ બધા સંબંધોને ભૂલીને આત્મા આત્મસ્વભાવમાં લીન થાય તો, લોકાગ્રે બિરાજમાન થાય એટલે કે સિદ્ધદશા પામે. તેના માટે ધર્મની શરૂઆત તત્ત્વભ્યાસથી કરવી જોઈએ. વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાન વિના શ્રદ્ધાન કદી પણ ન થઈ શકે. તત્વાભ્યાસમાં પણ જે શાસ્ત્ર હાથમાં આવે તેને વાંચી લેવું નહિ. એકડે એકથી શરૂઆત કરવી જોઈએ. ગમે એટલી ઉમર થઈ ગઈ હોય તો પણ શરમનો અનુભવર્યા વિના પ્રાથમિક ગ્રંથોથી તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. જે જીવ દ્રવ્યના સ્વરૂપને તો જાણે નહિ, તેના ભાવને સમજે નહિ અને સ્વ-પરનું ભેદવિજ્ઞાન અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે, તો કદાપિ આત્માની પ્રાપ્તિ થઈ શકે નહિ. ત્યારે અજ્ઞાની એમ કહે છે કે શિવભૂતિ મુનિને પણ ક્યાં કંઈ યાદ રહેતું હતું? તેમ છતાં તેઓ પામી ગયા. હાં, તે સત્ય છે પણ તું ક્યાં શિવભૂતિ મુનિ છે કે તારે પણ યાદ રાખવાની જરૂર ન પડે. શિવભૂતિ મુનિને યાદ નહતું રહેતું પણ તેમના ભવોભવના સંસ્કાર તો દઢ હતાં, જો તારા સંસ્કાર એટલા દઢ હોય તો તારે પણ તત્ત્વનો અભ્યાસ કરવાની જરૂર નથી. અહીં સુધી કે આત્મા અને પરમાત્મા વિષે ચર્ચા કરનાર લોકો પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનથી વંચિત હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૪૫ વર્ષો સુધી સમયસાર વગેરે ગ્રંથો પર પ્રવચન સાંભળનારા લોકોને પણ દ્રવ્ય-ગુણપર્યાયની સમજણ હોતી નથી, એવા લોકો પણ હોય છે. તેથી સર્વપ્રથમ દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ સમજવું. જ્યારે તેને પુછો કે ગોળની મીઠાશ અને પાણીની શીતળતા એ શું છે? તો તે કહે છે કે તે તેના ગુણો છે. પરંતુ મીઠાશ અને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98