Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬) મહાવીરનો વારસદાર કોણ? પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદો પણ સ્વતંત્ર છે. આમ, ખરેખર કોઈ કોઈનો કર્તા નથી, માત્ર પરંપદાર્થના કર્તાપણાથી જ જીવ દુ:ખી થઈ રહ્યો છે. અનેકાંત - દષ્ટિહીન કોઈ અજ્ઞાનીએ નિશ્ચયને ગ્રહણ કર્યો તો નિમિત્તની મુખ્યતાથી કથન કરનારા વ્યવહારનો નિષેધ કર્યો અને કોઈ અજ્ઞાનીએ વ્યવહારને ગ્રહણ કર્યો તો ઉપાદાનની મુખ્યતાથી કથન કરનારા નિશ્ચયનો નિષેધ કર્યો. આમ, એકાંતદષ્ટિ અજ્ઞાની શાસ્ત્રમાંથી વાંચીને કે ગુરુ પાસે સાંભળીને પોતાને ખીલેલા જ્ઞાનને લીધે જ્ઞાની માની લે છે. જેથી જ્ઞાનદશા પામ્યા વિના રહી જાય છે. તેથી જેટલો બને એટલો તત્ત્વનો અભ્યાસ કરવો અને વસ્તુના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવો. તત્વાભ્યાસથી આત્માનુભવ પ્રગટ થશે એવો નિયમ નથી પણ એટલું જરૂર છે કે જીવમાં તત્ત્વના સંસ્કાર સંચિત થશે, જે સંસ્કાર જીવને આ ભવે તથા આવતા ભવે પણ આત્માનુભવ માટે ઉપયોગી બનશે. - કોઈ એમ પણ કહે કે અમને પૂર્વભવનું જ્ઞાન આ ભવમાં યાદ આવતું નથી, તો આ ભવનું જ્ઞાન આવતા ભવમાં યાદ આવશે તેની શું ખાતરી છે? તેનો ઉત્તર એમ છે કે પૂર્વભવનું જ્ઞાન યાદ આવવાનું એટલું મહત્ત્વ નથી, જેટલું મહત્ત્વ સંસ્કાર સંચિત કરવાનું બતાવ્યું છે. જેવી રીતે પતંગ સાથે દોરો પણ જાય છે, એવી રીતે જીવ સાથે તેના સંસ્કાર પણ સાથે જાય છે. હાં, એટલું અવશ્ય છે કે જો પતંગ સાથે દોરો સારી રીતે દઢ ન બાંધેલો હોય તો પતંગથી છૂટો પડી જવાની સંભાવના છે, તેવી રીતે જે સંસ્કાર આત્મામાં દઢતાપૂર્વક સંચિત ન થયા હોય તે સંસ્કાર કાળાંતરે આત્મામાંથી છૂટી પણ શકે છે. કોઈ એમ પણ કહે છે કે હવે મને યાદ નથી રહેતું. તત્વનો અભ્યાસ કરવાનું કહેવામાં આવે તો એમ કહે છે કે મને યાદ નથી રહેતું. તેને એટલું તો યાદ રહે છે કે “મને યાદ નથી રહેતું. તેમાં પણ જો કોઈ સાથે ઝઘડો થયો હોય તો મરણપર્યંત ભૂલતો નથી અને તત્વની વાત સાંભળીને ઊભો થાય, એ પહેલા જ તત્વની વાત ભૂલી જાય છે. ખરેખર તો યાદ રાખવું બહું સહેલું છે, ભૂલવું અઘરું છે. યાદ રાખવું એ તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પરને પોતાનું માનવાનું ભૂલી જવું એ જ ધર્મ છે, એટલે કે જો જીવ એ વાતને ભૂલી જાય કે હું ધનવાન છું,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98