________________
૨૪)
મહાવીરનો વારસદાર કોણ? પ્રેમ કરીએ છીએ, તો તે પણ સત્ય નથી. કારણકે આત્મા અને શરીરની એકક્ષેત્રાવગાહી અવસ્થા તો પશુ-પક્ષીમાં પણ દેખવા મળે છે, તેમ છતાં તે પશુ-પક્ષી પ્રત્યે એવો પ્રેમ થતો નથી, જેવો પ્રેમ પોતાના પુત્ર પ્રત્યે હોય છે. કોઈ એમ પણ કહે કે તે પશુ-પક્ષી અમારી સંતાન નથી, તેથી તેમાં પ્રેમ થતો નથી, તો તેમ માનવું પણ યોગ્ય નથી. કારણકે જ્યારે દીકરો કોઈ એવું કામ કરે છે કે જેનાથી માતા-પિતાનું નામ ખરાબ થાય, તો પિતા પોતે પોતાના સગા દીકરા વિષે છાપામાં ખબર આપી દે છે કે આ દીકરા સાથે મારે કોઈ સંબંધ નથી, કોઈ પણ વ્યક્તિ તેની સાથે સંબંધ રાખશે તો તેનો જવાબદાર તે પોતે હશે, અમે કોઈ પણ તેના જવાબદાર નથી. ત્યાં એવો પ્રશ્ન થાય કે પોતાના સગા દીકરા પ્રત્યે પણ પ્રેમ કેમ ન રહ્યો? તેનો જવાબ એ છે કોઈ આત્માને કે શરીરને કે આત્મા અને શરીરની એક અવસ્થાને પ્રેમ કરતો જ નથી. દરેક જીવ પોતાના સ્વાર્થને જ પ્રેમ કરે છે. અને તેવી જ રીતે કોઈ જીવ આત્માને કે શરીરને કે આત્મા અને શરીરની એક અવસ્થાને નફરત પણ કરતો નથી. દરેક જીવ પોતાનું અહિત જેનાથી માને છે તેને નફરત કરે છે. આમ, આ આખો સંસાર સ્વાર્થી છે. નિઃસ્વાર્થ પ્રેમકે નફરત નામની વસ્તુ આ જગતમાં હોતી જ નથી. જે નિઃસ્વાર્થ છે તે વીતરાગતા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી અવાર-નવાર કહેતા હતા કે જેને તું પોતાના માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન, સગા-વ્હાલાં માને છે, તે કોઈ તારાં થયા નથી અને થવાના પણ નથી. તે બધાં તો ઘુતારાની ટોળકી છે. આમ, અજ્ઞાની ઇન્દ્રિય સુખનો સ્વાર્થી છે. નિશ્ચય દષ્ટિએ તો સ્વ એટલે આત્મા અને અર્થી એટલે પ્રયોજનવાન જે જીવને પોતાના આત્મા સાથે જ પ્રયોજન હોય એટલે કે જે નિજ સ્વાભાવમાં જ સ્થિર થયા હોય તે જ સ્વાર્થી છે. ભૌતિક સુખ સંબંધી સ્વાર્થીપણું છોડીને દરેક જીવે નિશ્ચયદષિટએ સ્વાર્થી એટલે સ્વના અર્થી થવું જોઈએ અર્થાત્ આત્મજ્ઞાન પામવું જોઈએ. તેદષ્ટિએ વિચાર કરતા જ્ઞાની જ સ્વાર્થીથયા છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરવામાં આવે ત્યારે વ્યવહાર ગૌણ થઈ જાય છે. નિશ્ચય દષ્ટિએ વિચારતા પૂણ્યના ઉદયથી પૈસા મળતા નથી અને પાપના ઉદયથી બિમારી આવતી નથી. પણ વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે કર્મના