Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 32
________________ મહાવીરનો વારસદાર કોણ? ' પ્રેમમાં પડે છે ત્યારે જગતને ભૂલી જાય છે. જગતને તો શું? તે પોતાને પણ ભૂલી જાય છે અને એક સમય એવો આવે છે કે જેને પ્રેમ કરે છે તેને પણ ભૂલી જાય છે. તેને તો માત્ર પ્રેમ જ નજર સમક્ષ ફરતો હોય છે. પરંતુ તે વ્યક્તિ પોતાના જીવનની અંતિમ પળ સુધી એ વાતનો નિર્ણય કરી શકતી નથી કે તે કોને પ્રેમ કરે છે? જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો તેના શરીરને પ્રેમ કરો છો કે તેના આત્માને પ્રેમ કરો છો? કોઈ એમ કહે છે કે અમે તો માત્ર શરીરને પ્રેમ કરીએ છીએ અને કોઈ આત્માનો પ્રેમી એમ કહે છે કે અમે આત્માને પ્રેમ કરીએ છીએ. પરંતુ સત્ય શું છે? હકીકત એ છે કે જગતમાં કોઈ માણસ કોઈના શરીરને પ્રેમ કરતો જ નથી. કારણકે મરણ થયા બાદ શરીરને તો સળગાવી દેવામાં આવે છે. જે શરીરને પોતાના નજર સમક્ષ જોવા ઈચ્છતો હતો તે જ શરીરને પોતાની નજર સમક્ષ પોતાના હાથે અગ્નિસંસ્કાર કરે છે. જે પિતાના દેહને પ્રેમ કરતા હોય, તો દેહ તો મરણ પછી પણ હોય છે, તેમ છતાં તે દીકરો પોતાના પિતાને પોતાના હાથે અગ્નિસંસ્કાર આપે છે. કેવી વિચિત્રતા ! જેણે દેહ આપ્યો તેને જ દાહ દે છે. તેથી એમ સિદ્ધ થયું કે કોઈ પણ વ્યક્તિ શરીરને પ્રેમ કરતો નથી, માં પોતાના દીકરાને પ્રેમ કરે છે. દીકરો ભણવા ગયો અને રસ્તામાં અકસ્માત થયો અને દીકરાનું મરણ થયું. દીકરાનું શરીર ઘર પર લાવવામાં આવ્યું શરીર તો એ જ પાછું આવ્યું છે જે ઘરેથી ગયું હતું. એ જ હાથ, પગ, આંખ, કાન વગેરે દરેક અંગો પણ એ જ છે પણ માઁ રડવા લાગે છે અને જેટલી બને, એટલી જલદી દીકરાનો અગ્નિસંસ્કાર કરવાની તૈયારી કરે છે. આદષ્ટાંત પરથી કોઈ એમ કહે કે માઁ દીકરાના શરીરને પ્રેમ કરતી નથી પણ તેના આત્માને પ્રેમ કરે છે. શરીર તો ઘરે આવ્યું પણ શરીર સાથે એ આત્મા ન આવ્યો જેને તે પ્રેમ કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ શરીરને નહિ પણ આત્માને પ્રેમ કરે છે. જો કે ખરેખર એમ પણ નથી. કોઈ કોઈના આત્માને પણ પ્રેમ કરતું નથી. કારણકે મરણ થયા બાદ શરીર વિનાનો એકલો આત્મા જો રાત્રે બે વાગ્યે પાછો આવે તો શું તેને પ્રેમ કરશે કે ઘરમાં બધાં લોકોને જગાડશે અને કહેશે કે ભાગો, ભાગો, ભૂત આવ્યું છે. પછી ભલે ને તે પોતાના સગા દીકરાનો એકલો આત્મા પણ કેમ ન હોય ! એનો અર્થ એમ થયો કે કોઈ શરીરને પ્રેમ કરતું નથી કે કોઈ આત્માને પણ પ્રેમ કરતું નથી. ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ એમ કહે કે અમે તો આત્મા અને શરીરની એક અવસ્થાને

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98