Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 30
________________ મહાવીરનો વારસદાર કોણ? (૨૧ આદર્શ ન બનાવાય. સભ્યશ્રદ્ધાના ગુણને આદર્શ માનવો જોઈએ. પોતાને જ્ઞાની તરીકે સિદ્ધ કરતા તે એમ પણ કહે છે કે ચક્રવર્તી જેવા જ્ઞાની છ ખંડ અને ૯૬૦૦૦ રાણીઓ ભોગવે છે, તો હું એક ઘર તથા એક પત્નીને કેમંન ભોગવું? પરંતુ તેને એમ વિચાર નથી આવતો કે ચક્રવર્તી છ ખંડ અને ૯૬૦૦૦ રાણીઓને છોડીને મુનિદીક્ષા પણ અંગીકાર કરે છે, તો હું એક ઘર અને એક પત્નીને કેમ ન છોડી શકું? સત્ય તો એ છે કે જેને સુખી થવું છે તે પોતાને સુખી છું એમ બતાવતા નથી. જ્યારે અજ્ઞાનીને તો માત્ર એટલું જ બતાવવું છે કે હું સુખી છું. 24 BH À } " We are ready to get mental sadness to get physical happiness. infact we don't want to be happy. we want to show the people that I'm happy" પોતે દુઃખી થતો હોય અને દુનિયા તેને સુખીરૂપે જાણે તો તેને ખુશી થાય છે. જેમ કે પોતે પોતાની ગાડીમાં બેઠો હોય ત્યારે દુનિયા તેને સુખી વ્યક્તિરૂપે દેખે છે, તે તેને ગમે છે પછી ભલે તે અંદરથી દુઃખી હોય. મનમાં તો બેંકથી લોન પર લીધેલી ગાડીનો હપ્તો કેમ ચુકવીશ તેની ચિંતા કરે છે અને બહારમાં દુનિયાને પોતે સુખી છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કારણકે તેનું સુખ દુનિયાને બતાવવા પુરતું જ છે. જેનું સુખ સંયોગાધીન છે તે પરાધીન છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગાધીન હોવાથી પરાધીન છે. સ્વમાં સ્વાધીનતા છે. પરમાં પરાધીનતા છે. તે માત્ર પોતાને જ નહિ, જગતના જીવોને પણ સંયોગો સહિત દેખે છે, તેથી તેની દષ્ટિમાં કોઈ જીવ નાનો તથા કોઈ જીવ મોટો એવો ભેદ ઉત્પન્ન થાય છે. દ્રવ્યકર્મના ભેદરૂપ આઠ કર્મમાં ચાર ઘાતિકર્મ છે તથા ચાર અઘાતિ કર્મ છે. તેમાં અઘાતિકર્મના ઉદયથી સંયોગો મળતા હોવાથી અજ્ઞાનીની દષ્ટિ પણ અઘાતિકર્મના ઉદય પર અટકેલી હોય છે. - જ્યારે કોઈ સંયોગાધીન દષ્ટિવાળો છોકરો પોતાના વિવાહ કરવા માટે કોઈ છોકરીને દેખવા જાય છે ત્યારે તેની દષ્ટિ છોકરીના અઘાતિકર્મના ઉદય પર હોય છે. તેને છોકરીના ઘાતિકર્મનો ઉદય એટલી અસર કરતો નથી, જેટલો અઘાતિકર્મનો ઉદય આકર્ષિત કરે છે, જેમકે તે એમ વિચાર કરે છે કે છોકરી પાસે પૈસા છે કે નહિ, સ્વસ્થ શરીર છે કે નહિ અર્થાત્ એવી તો બિમારી નથી કે લગ્નબાદ તેનું મરણ થઈ જાય, એટલું જ નહિ તેના સ્વસ્થ શરીર સાથે શરીરની

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98