Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 34
________________ મહાવીરનો વારસદાર કોણ? (૨૫ ઉદયની મુખ્યતાથી તે પ્રમાણે કથન કરવામાં આવે છે. જ્યારે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય તથા અર્જાવાદને સમજવા માટે નિશ્ચયનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. ઉપાદાનની મુખ્યતાથી તો પૈસાની ક્રિયાવતીગુણની ગતિપર્યાયની તે સમયની યોગ્યતાથી પૈસા ઘર સુધી આવે છે અને ઘરેથી જાય છે. તે જ રીતે શરીરના પરમાણુના સ્પર્શગુણની ઠંડી પર્યાયનું તે સમયની યોગ્યતાથી ગરમરૂપે પરિણમન થાય છે ત્યારે કર્મોદય હાજર હોય છે. આમ, કર્મ અને જગતનું પરિણમન પણ સ્વતંત્ર અને સ્વાધિન છે. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જ છે કારણકે ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્યના અનંત ગુણો પણ સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. - રોટલીને ગેસ પર લાંબા સમય સુધી રાખવાથી રોટલી ગરમ થાય છે, કડવી થાય છે, દુર્ગધ આવવા લાગે છે અને કાળી પણ પડી જાય છે. અહીં એમ નહિ માનવું જોઈએ કે રોટલી લાંબા સમય માટે ગરમ કરી એટલે કડવી, દુગંધવાળી તથા કાળી થઈ ગઈ. કારણકે રોટલીના મુખ્ય ચાર ગુણો સ્વતંત્રરીતે પરિણમન કરે છે. તેના સ્પર્શગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી ગરમ થાય છે, તેના રસ ગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી કડવી થાય છે, તેના ગંધ ગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી દુર્ગધરૂપ થાય છે અને તેના વર્ણગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી કાળી થાય છે. આમ, દ્રવ્યની સાથે સાથે દ્રવ્યના ગુણોનું પરિણમન સ્વતંત્ર હોય છે. નિશ્ચયથી એક પર્યાય જ નહિ, એક જ સમયે થતો પર્યાયનો ઉત્પાદ તથા વ્યય પણ સ્વતંત્ર છે. જેમકે જે સમયે અંધકારનો વ્યય થાય છે તે જ સમયે પ્રકાશનો ઉત્પાદ થાય છે, તેમ છતા બંનેનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર છે. નષ્ટ થતો અંધકાર, પ્રકાશને કઈ રીતે ઉત્પન્ન કરી શકે તેવી રીતે જે સમયે મિથ્યાજ્ઞાનનો વ્યય થાય છે, તે જ સમયે સમ્યજ્ઞાનનો ઉત્પાદ થાય છે. તે ઉત્પાદનું કારણ વ્યય નથી અને વ્યયનું કારણ ઉત્પાદ નથી. એટલે કે મિથ્યાજ્ઞાનના વ્યય થવાથી સમ્યજ્ઞાન પ્રગટ થતું નથી અને સમ્યજ્ઞાનના ઉત્પાદથી મિથ્યાજ્ઞાનનો વ્યય થતો નથી. એટલે મિથ્યાજ્ઞાનનો વ્યય તેની વ્યયરૂપ યોગ્યતાથી તથા સમ્યજ્ઞાનનો ઉત્પાદ તેની ઉત્પાદરૂપ યોગ્યતાથી જ થાય છે. પર્યાયના ઉત્પાદ-વ્યય જ નહિ પણ પ્રત્યેક

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98