Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 11
________________ મહાવીરનો વારસદાર કોણ? વિકારી ભાવને ભરયુવાનીમાં વર્ધમાને નષ્ટ કર્યો, તેથી તેઓ મહાવીર કહેવાયા. ત્રીસ વર્ષની યુવાવયે સંસારના ભોગોની ક્ષણભંગુરતાનો અહેસાસ થતાં ઘરપરિવાર છોડીને સ્વભાવમાં સ્થિર થયા. અપૂર્વ પુરુષાર્થ દ્વારા તેઓ વીતરાગી અને સર્વજ્ઞ થયા. જે વીતરાગી તથા સર્વજ્ઞ હોય તેને જ ભગવાન કહેવાય. મહાવીર થવા માટે જગતમાં પરિવર્તન કરવાની જરૂર નથી, જે પોતાનામાં પરિવર્તન થાય તો જ મહાવીર થઈ શકાય. અહીં સુધી કે પરમાં પરિવર્તનનો ભાવ જ સંસાર છે અને સંસારનું કારણ છે. વહેલી સવારે ચાલવા નીકળ્યા હોઈએ ત્યાં રસ્તામાં પડેલા દસ હજાર રૂપિયાને દેખીને ઉપાડી લેનાર વ્યક્તિ મહાવીર નથી, પણ તે પૈસાને ઉપાડવાનો ભાવ પણ જેને ન આવે તે મહાવીર છે, તેને આત્માની મહાનતા કહેવાય. અહીં કોઈ કહે કે જો એમ હોય તો, પૈસા ઉપાડવાનો ભાવ ગાયને પણ આવતો નથી, તો શું ગાયને પણ મહાવીર કહેવાય? બિલકુલ નહિ. કારણકે ગાયને પૈસાનો વ્યવહાર હોતો નથી, તેથી તેને પૈસાનું મૂલ્ય નથી. ત્યાં ગાયને ભલે પૈસા ઉપાડવાનો ભાવ ઉત્પન્ન ન થતો હોય પણ તેને ઘાસ ખાવાનો ભાવ તો ઉત્પન્ન થાય છે, તેથી તેને પણ મહાવીર ન કહેવાય. રાગ દ્વેષના નિમિત્તે જુદાં હોય શકે છે, પરંતુ રાગદ્વેષનું મૂળ તો અજ્ઞાન જ છે. - દરેક અજ્ઞાની જીવ, રાગ-દ્વેષરૂપી વિકારી ભાવોના લીધે જ અજ્ઞાની છે તથા તે ભાવોનો અભાવ કરીને પોતે પણ ભગવાન થઈ શકે છે. અજ્ઞાની મોહભાવના કારણે, કોઈને કોઈ પર નિમિત્તોમાં અટકેલો હોય છે. દરેક અજ્ઞાનીના અટકવાના સાધનો કે નિમિત્તો જુદા-જુદા હોય શકે છે પણ તેના અટકવાનું મૂલ કારણ એક માત્ર મોહભાવ છે. તેથી સર્વ પ્રથમ મોહભાવના હેયપણાનો નિર્ણય કરીને નિમિત્તોથી પણ છૂટવું જોઈએ. જ્યાં સુધી જીવની દષ્ટિ નિમિત્તાધિન છે, ત્યાં સુધી સનિમિત્તામાં રહેવું એ જીવનુ કર્તવ્ય છે. જે સંયોગોમાં જીવ સુખ તથા દુઃખની કલ્પના કરે છે, તે અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થવી, એ જીવના પુરુષાર્થ પર આધારિત નથી. એટલું જ નહિ, તે સંયોગોને દૂર કરવા, રોકવા, પોતાની પાસે રાખવાકે પલટાવવા; એ કોઈ પણ કાર્યનો કર્તા આત્મા નથી. અજ્ઞાની પોતાની ઈચ્છાનુસાર જગતને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98