Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 16
________________ મહાવીરનો વારસદાર કોણ? એકઠા કરવાની ઈચ્છા કરે છે પરંતુ મરણ પર્યત એક લાખ રૂપિયા પણ કમાઈ શક્તો નથી કારણકે તેનો પાપનો ઉદય ચાલી રહ્યો છે. જ્યારે કોઈ બાળકને તો ધનવાન પરિવારમાં જન્મી મહેનત તો બહુ દૂર, ઈચ્છા કર્યા વિના પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળે છે. તે બાળક મહેનત વિના જ પૂર્વકર્મના ફળમાં સંપત્તિ પ્રાપ્ત કરે છે. પૈસા કમાવવાની ઇચ્છા તો ભાવપરિગ્રહ છે અને તે પરિગ્રહ તો પાંચમું પાપ છે. તે પાપનું ફળ જીવને ભવિષ્યમાં મળશે અને વર્તમાનમાં પૈસાનું મળવું તે ભૂતકાળમાં બાંધેલા સાતા વેદનીયરૂપ પુણ્યકર્મનું ફળ છે. , અમેરિકામાં માલિક દ્વારા પાળવામાં આવતા કૂતરા પણ એરકંડીશન ગાડીમાં ફરે છે. આજકાલ આવા કૂતરા ભારતમાં પણ જોવા મળે છે. તે કૂતરા બાગ-બગીચામાં ફરે છે અને સ્વાદિષ્ટ ભોજન કરે છે. બીજી બાજુ તેના માલિક ને સવારથી રાત સુધી બાગ-બગીચામાં ફરવાની વાત તો બહુ દૂર, તેને તો ખાવા-પીવાનો પણ સમય નથી. અરે ! અહીં સુધી કે એ માલિકે કૂતરાની પણ સેવા ચાકરી અને દેખ-રેખ કરવી પડે છે. ત્યારે એ જાણવાની અભિલાષા થાય કે કૂતરાએ એવું શું કર્યું હશે કે તે આવી જાહોજહાલી ભોગવી રહ્યો છે? અરે ભાઈ! કૂતરાને ભૂતકાળમાં જે પુણ્ય બંધાયેલું, તે વર્તમાનમાં ઉદયમાં આવી રહ્યું છે અને માલિકનો એવો કર્મનો ઉદય ચાલી રહ્યો છે કે તેણે કૂતરાની પણ ગુલામી કરવી પડે છે. તેથી એ સમજી શકાય કે કર્મના ઉદય વિના અનુકૂળતા કે પ્રતિકૂળતા મળતી નથી. અન્ય બાહ્ય સાધનો પર આરોપ મુકીને તેના પર રાગ-દ્વેષ કરવા વ્યર્થ છે. વ્યક્તિના વ્યવહારિક જીવનમાં સુધારો થયા વિના આગમ દ્વારા ગમે તેટલું વાચા જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ તે કાર્યકારી નથી. એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે વ્યક્તિને મહેનતથી, અનુભવથી કે ઓળખાણથી કંઈ પણ મળતું નથી. જે કંઈ મળે છે, તે પૂર્વકર્મનું ફળ છે તેથી કોઈ પણ સંયોગવિયોગનું કર્તાપણું કરવું મિથ્યા છે. કોઈ વીસ વર્ષનો છોકરો પૈસા કમાવા માટે મુંબઈ આવ્યો. જ્યારે તે મુંબઈમાં આવ્યો, ત્યારે તેને કોઈ પણ પ્રકારનો અનુભવ કે ઓળખાણ ન હતી. તેને તે પણ ખબર નહતી પૈસા કમાવા માટે કેવી રીતે મહેનત કરવી? તેમ છતાં તે છોકરો દસ વર્ષ બાદ ત્રીસમાં વર્ષે લખપતિ બની ગયો. વર્ષો જતા ચાલીસમાં વર્ષે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98