________________
મહાવીરનો વારસદાર કોણ? કરોડપતિ પણ થઈ ગયો અને ત્રીસ વર્ષની કારકીર્દી બાદ પચાસમાં વર્ષે રસ્તા પર આવી ગયો. જે મહેનતથી, અનુભવથી તથા ઓળખાણથી પૈસા કમાયો હોત તો પચાસમાં વર્ષે અબજોપતિ કેમ ન બન્યો ઓળખાણ અને અનુભવ વિનાનો વીસ વર્ષનો છોકરો કરોડપતિ બને છે અને ત્રીસ વર્ષના અનુભવ અને ઓળખાણ બાદ પચાસ વર્ષનો તે વ્યક્તિ, વધુ તો કમાતો નથી પણ ભૂતકાળમાં કમાયેલા પૈસા પણ ગુમાવી દે છે. કર્મસિદ્ધાંતને સમજીને દરેક જીવે એ નિર્ણય કરવો જોઈએ કે કોઈ પણ સંયોગોની પ્રાપ્તિનો હર્ષકે શોક કરવો યોગ્ય નથી, જે હર્ષકે શોક કરતાં નથી, તેમાં જોડાણ કરતા નથી, તે જ જ્ઞાની છે. જ્ઞાની, સંસારમાં રહીને પણ સંસારથી લેવાતા નથી. જ્યારે જીવ સંયોગો અને વિયોગો સંબંધી વિચાર કરવાનું છોડી દે છે, ત્યારે તે સંયોગો સાથે રહેતો હોવા છતાં, સંયોગોથી મુક્ત થઈ ગયો; એમ કહેવાય છે.
અહીં સિદ્ધાંત સમજવા યોગ્ય છે કે જેવી રીતે અનુકૂળતા પાપના ફળમાં મળતી નથી, તેવી રીતે અનુકૂળતા ધર્મના ફળમાં પણ મળતી નથી. તેથી પુણ્ય અને ધર્મ વચ્ચેના અંતરને જાણવું પણ જરૂરી છે. મેં એવું ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ જીવનમાં ઘણો ધર્મકર્યો એટલે સ્વર્ગમાં ગયા. તેને મારું એટલું જ કહેવું છે કે ભાઈ ! ધર્મનું ફળ મોક્ષ છે અને સ્વર્ગ તો સંસારની ચાર ગતિઓમાંની એક ગતિ છે. તેથી નિશ્ચય દષ્ટિએ એમ કહો કે પુણ્યરૂપી અધર્મના અર્થાત્ શુભકર્મના ફળમાં
સ્વર્ગ મળે છે. કારણકે ધર્મ તો પુણ્ય અને પાપના વિકારી ભાવોથી રહિત શુદ્ધતામય હોય છે. નિશ્ચયથી તો પુણ્ય અશુદ્ધતા-અધર્મ છે. તેને ઊંચી કક્ષાની અશુદ્ધતા સમજવી જોઈએ. તેને ધર્મ માનવાની ભૂલ ક્યારેય પણ કરવી જોઈએ નહિ.
જેવી રીતે રસ્તા પર કોઈ લોકોના પહેરેલા જુના કપડા વેચાતા હોય, તે તો અશુદ્ધ જ છે. પણ કોઈ ફિલ્મસ્ટાર કે ક્રિકેટરના પહેરેલા કપડા વેચાતા હોય કે હરાજી થતી હોય, ત્યાં તેમના કપડા પણ અશુદ્ધ જ છે. લોકોને રસ્તા પર સામાન્ય માણસના પહેરેલા જુના કપડા ખરીદવામાં શરમ આવે છે. પણ કોઈ ફિલ્મસ્ટાર કે ક્રિકેટરના કપડા ખરીદવામાં કે પહેરવામાં પણ કોઈ શરમ લાગતી