Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 27
________________ ૧૮) મહાવીરનો વારસદાર કોણ? મહદંશે અમેરિકામાં રહેતા મનુષ્ય કરતાં ભારતમાં રહેતા મનુષ્ય નો પુણ્યનો ઉદય વધુ હોય છે. અમેરિકામાં જેટલા લોકો ખાય છે એટલા લોકો કમાય છે. જ્યારે ભારતમાં એક કમાય છે અને ઘરના દસ સદસ્યો વિના મહેનતે ખાય છે. અમેરિકામાં એવા કોઈ પુણ્યશાળી નથી, જેને વિના મહેનતે ખાવાનું મળી જાય. જ્યારે ભારતમાં વિના મહેનતે પણ આરામની જીંદગી જીવવાવાળા લોકો છે. જેને દુનિયા સુખી માને છે, તેને પણ પોતે પોતાની ગાડી ચલાવવી પડે છે, અરે ! અહીં સુધી કે પોતાના ઘરનું ટોઈલેટ પણ પોતે સાફ કરવું પડે છે. તે તો સાક્ષાત્ દેખાઈ રહેલો પાપનો ઉદય છે. જયારે ભારતમાં નોકર-ચાકરની સુવિધા, ગાડી-ડ્રાઈવરની સુવિધા મળવી તે શું ભારતવાસીનો પુણ્યોદય નથી? ઘર પર નોકર કામ કરી આપે દે તો ગાડીના માધ્યમથી મંદિર સુધી જઈએ છીએ. તો શું આ ભારતવાસીનો પુણ્યોદય નથી? વિદેશોમાં વીતરાગી જિનમંદિર મળવા પણ અતિ દુર્લભ છે, જ્યારે ભારતમાં ગામે-ગામે અનેક જિનમંદિરો મળે, તો શું આ ભારતવાસીનો પુણ્યોદય નથી? અનેક શાસ્ત્રો, તત્ત્વના ઉપદેશકોનો યોગ થવો એ પણ પુણ્યોદયનું જ પ્રતીક છે. તેથી એ વાતની મહિમા હંમેશા હોવી જોઈએ કે મારો જન્મ ભારત દેશમાં થયો, પાંચ ઈન્દ્રિયો તથા સ્વસ્થ શરીર મળ્યું અને તે સર્વમાં વિશેષ વીતરાગી ધર્મ મળ્યો તે મહાપુણ્યનો ઉદય છે. પરંતુ આ ઉદય તો ક્ષણિક છે, આજે છે તો કાલે નથી. અરે! આ ક્ષણે છે તો બીજી ક્ષણે નથી. તેથી મનુષ્યભવની એક પણ ક્ષણ ગુમાવ્યા વિના, મનુષ્યભવ છૂટ્યા પહેલા આત્માનું હિતકરી લેવું જોઈએ. આ એક સત્ય ઘટના છે. એક વાર મારે સિંગાપુર જવાનું થયું. મારી સાથે પતિ-પત્નિનું યુગલ મારી બાજુની સીટ પર સફર કરી રહ્યું હતું. તેઓ લગ્ન બાદ ફરવા માટે તથા તેમના નિકટવર્તી લોકો સામે પોતાની મોટાઈ બતાવવા માટે તે બંને સિંગાપુર આવેલા અને એ તેમની પહેલી વિદેશ યાત્રા હતી. તેમની પાસે માત્ર ૧૫,000 રૂપિયા હતા. એમ સમજે કે સિંગાપુરમાં પાંચ દિવસ રહેવા માટે પણ પૈસા ન હતા. તેઓ સિંગાપુરના એરપોર્ટ પર ઉતર્યા અને પોતાની આદત મુજબ પત્નીએ રસ્તા પર કચરો ફેંક્યો. એટલી જ વારમાં પોલીસ ત્યાં આવી અને તેમને પકડ્યા અને ૫૦ ડોલરનો દંડ ભરવા માટે કહ્યું. પરંતુ આ બંને

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98