Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 26
________________ (૧૭ મહાવીરનો વારસદાર કોણ? મંદિરથી પૂજા કરીને પાછા આવતા રસ્તામાં અકસ્માત થઈ જાય તો, તેને પૂજાનું ફળન સમજવું. કોઈ એમ વિચાર કરે કે પૂજા કરવા માટે ઘરની બહાર નીકળ્યા જ ન હોત તો અકસ્માત પણ ન થાત. પરંતુ તેવી મિથ્યા કલ્પના અજ્ઞાનીની ચિત્તમાં જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને એ વાતની સમજણ નથી કે મારા પૂર્વે કરેલા પાપના ઉદયથી વર્તમાનમાં અકસ્માત થયો છે તથા પૂજાનું ફળ તો પુણ્યરૂપે ભવિષ્યમાં મળશે. તેથી પાપથી મુક્ત થવું; એ દરેક મુમુક્ષુ માટે અગત્યનું છે. એનો અર્થ એવો નથી કે પાપકર્મથી છૂટીને પુણ્યકર્મમાં અટકી જવું જોઈએ. હાં, પુણ્યના ઉદયથી અનુકૂળતા મળે પણ પુણ્યનો ઉદય આપણા હાથમાં ક્યાં છે? કર્મનો ઉદય તો બહુ દૂર, કર્મનો બંધ પણ આપણાં હાથમાં નથી કારણકે જીવ પુણ્ય બાંધતો નથી પણ પુણ્ય બંધાય છે. પુણ્યબંધની અભિલાષથી તો પાપનો જ બંધ થાય છે, પુણ્યનોનહિ. સાર એ છે કે પુણ્ય અને પાપના ઉદયથી અનુકૂળતા તથા પ્રતિકૂળતા મળે તે મહત્વનું નથી પણ તેમાં સમભાવની કેળવણીનું મહત્વ છે. વસ્તુ સ્વરૂપનો વિચાર કરીને સંયોગ-વિયોગનો સહજ ભાવે સ્વીકાર કરવો. કોઈ એમ કહે છે કે પ્રતિકૂળ સંયોગોને સહન કરી લેવા જોઈએ. પરંતુ ખરેખર પ્રતિકૂળતાને સહન કરવામાં પણ કર્તા બુદ્ધિનું પોષણ થાય છે, તેથી પ્રતિકૂળતાને સહજ ભાવે સ્વીકારવી જોઈએ કારણકે દરેક અજ્ઞાની મનુષ્યને દરેક સમયે પુણ્ય અને પાપકર્મનું ફળ મળે એવો નિયમ છે. જેમકે કોઈ કરોડપતિ મર્સિડીઝ ગાડીમાં ચાર રસ્તાના સિગ્નલ પર અટકેલો હોય ત્યાં તેને પણ બન્ને ઉદય એક સાથે ચાલી રહ્યા છે. પાપના ઉદયથી રેડ સિગનલના કારણે રોકાવું પડ્યું છે પણ પુણ્યના ઉદયથી માર્સડીજ ગાડીમાં બેઠેલો છે. જો કે સામાન્યપણે દરેક મનુષ્યને જન્મથી મરણ સુધી નિરંતર મનુષ્પાયુનો ઉદય હોવાથી પ્રતિસમય પુણ્યોદય હોય છે અને તે પોતાને મિથ્યાત્વના ઉદયથી પોતાને મનુષ્યરૂપે માને છે, પણ હું શુદ્ધાત્મા છું નથી માનતો; તેથી મિથ્યાત્વરૂપ પાપનો ઉદય પણ તે સમય ચાલી રહ્યો છે. તેથી તે અપેક્ષાએ દરેક અજ્ઞાની મનુષ્યને નિરંતર પાપનો તથા પુણ્યનો ઉદય હોય છે. જો કે તે દરેકના ઉદયમાં અંતર હોય છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98