Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 24
________________ મહાવીરનો વારસદાર કોણ? (૧૫ ક્રોધ તથા માન કષાયની જેમ માયા તથા લોભ કષાયનું પણ વર્ણન કરતા શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે “માયા કષાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઇષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ-છલ પ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઈચ્છે છે. રત્ન-સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, દાસાદિ સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થા કરે વા બીજા ચેતનઅચેતન અવસ્થાઓ પલટાવે. ઇત્યાદિ છળ વડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે છે. એ પ્રમાણે માયા વડે ઈષ્ટ સિદ્ધિ અર્થે નાના પ્રકારના છળ તો કરે છતાં ઈષ્ટસિદ્ધિ થવી ભવિતવ્યઆધીન છે. લોભ કષાયનો ઉદય થતાં અન્ય પદાર્થોને ઈષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઈચ્છે. વસ્ત્ર, આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રી-પુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે. વળી પોતાનું વા અન્ય સચેતન-અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઈષ્ટરૂપ માની તેને તે પ્રકારના પરિણમનરૂપ પરિણમાવવા ઈચ્છે. એ પ્રમાણે લોભથી ઈષ્ટપ્રાપ્તિની ઈચ્છા તો ઘણી કરે, પરંતુ ઈષ્ટ પ્રાપ્તિ થવી ભવિતવ્યઆધીન છે. લોભ કષાયથી પણ ઈચ્છાનુસાર કાર્ય સિદ્ધિ થતી નથી અર્થાત્ લોભથી અનુકૂળ સામગ્રીનો સંયોગ તથા પ્રતિકૂળ સામગ્રીનો વિયોગ થતો નથી. લોભને પાપનો બાપ કહ્યો છે, કારણકે હિંસા, જુઠ, ચોરી વગેરે પાંચેય પાપ લોભ કષાયના કારણે જ થાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયોને ભોગવવા માટે તેના માધ્યમોનો પણ જીવ લોભ કરે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિને પૈસાનો લોભ હોતો નથી પણ પૈસાના બદલામાં મળતી ભૌતિક વસ્તુ તથા તેના ભોગથી મળતા ઈન્દ્રિય સુખનો લોભ હોય છે. લોભને પાપનો બાપ કહેવાનું એક કારણ એ પણ છે કે લોભ કષાયનો ક્ષય સર્વકષાયના અંતમાં થાય છે તથા સમસ્ત પાપોનું મૂળ લોભ છે. લોભની પૂર્તિ કરવાથી લોભનો અભાવ થતો નથી પણ લોભ વધે છે. મેં એવું ઘણા વેપારીઓના મુખેથી સાંભળ્યું છે કે, “અસંતોષ જ ધનવાન થવાનો માર્ગ છે. પરંતુ તે વેપારીને એ વાતનું જ્ઞાન તથા શ્રદ્ધાન નથી કે અસંતોષથી ધનવાન થઈ શકાતું નથી પણ પુણ્યોદયથી માણસ ધનવાન બને છે અને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98