________________
૧૪).
મહાવીરનો વારસદાર કોણ? વાતને ભૂલી જાય છે કે છળ-કપટનું ફળ પ્રતિકૂળતા છે. બિલાડી છુપાઈને દૂધ પીવા માટે છળ કરે છે. વાઘ-સિંહ વગેરે પ્રાણીઓ છુપાઈને શિકાર કરવા માટે છળ કરે છે, અંગ્રેજોએ છળ-કપટ કરીને ભારતીઓને પરસ્પર લડાવ્યા અને ભારતમાં બસોથી પણ વધુ વર્ષો સુધી શાસન કર્યું. આમ, પરોક્ષરૂપે દેવ અને નારકીઓ પણ પોતાના સ્વાર્થની સિદ્ધિ અર્થ છળ-કપટ કરે છે. તેમ છતાં સ્વાર્થની સિદ્ધિ તો પુણ્યના ઉદયથી થાય છે. બિલાડીને છળ કરવાથી દૂધ પીવા મળતું નથી પણ પુણ્યના ઉદયથી દૂધ પીવા મળે છે. જો તે બિલાડીનો પોતાનો જ પુણ્યોદય ન હોય, તો બધા તે બિલાડીને મારીને ભગાડે છે. જેને એક દષ્ટાંતના માધ્યમથી સમજી શકાય છે. કોઈ વ્યક્તિના પિતા હોસ્પિટલમાં બિમાર હતા અને ડૉક્ટરે એમ કહ્યું કે તમારા પિતાની બિમારી ને દૂર કરવા માટે પાંચ લાખનો ખર્ચ થશે. કે પુત્ર પાસે પાંચ લાખ રૂપિયા નથી પણ તે પોતાનું ઘર વેચીને પણ પિતાનો ઈલાજ કરાવવા ઈચ્છે છે. તે પુત્ર પાંચ લાખ રૂપિયા ખર્ચ તે પહેલા જ પિતાનો દેહવિલય થઈ ગયો. મરણ પામીને તે પિતા બીજા જ ભવમાં બિલાડી રૂપે જન્મ લે છે. તે જ બિલાડી પોતાના પૂર્વભવના દીકરાના ઘરે આવી અને દૂધ પીવા માટે રસોડામાં ગઈ પણ દીકરાએ તે જ બિલાડીને ભગાડી મૂકી. જે પુત્ર પોતાના પિતા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હતો તે જ પુત્ર પોતાના પિતાનો આત્મા અહીં આવ્યો તો છે પણ પાંચ રૂપિયાનું દૂધ પીવરાવવા માટે તૈયાર નથી. તેથી એમ સમજવું કે જો જીવનો પુણ્યોદય ન હોય, તો અનેક છળ-કપટ કરવા છતાં પણ ઈચ્છાનુસાર સંયોગ મળતા નથી તથા પુણ્યોદયના યોગમાં છળ-કપટ વિના પણ ઈચ્છાનુસાર સંયોગો મળે છે. ઉપરોક્તદષ્ટાંત વિષે કોઈ એમ પણ કહી શકે કે તે પુત્રને એ વાતનું જ્ઞાન નથી કે, આ બિલાડીમાં મારા પિતાનો જ આત્મા છે. તેથી તે કેવી રીતે દૂધ પીવરાવે? પરંતુ એમ માનવુ તે યોગ્ય નથી. ઘણાં દીકરા એવા પણ હોય છે કે તેને એ વાતનું જ્ઞાન છે કે આ જ મારા પિતા છે; છતાં પણ પિતાને ભોજન માટે તરસવું પડે છે. પુત્રને પિતાનું જ્ઞાન હોવા છતા પણ પિતા પ્રત્યે રાગનો ભાવ થતો નથી. રાગનો ભાવ થાય પણ ક્યાંથી? જ્યારે પિતાનો પાપનો ઉદય ચાલતો હોય, ત્યારે પુત્રને પણ પિતા પ્રત્યે રાગભાવ થતો નથી અને જ્યારે પિતાનો પુણ્યનો ઉદય હોય તો પિતાની સેવા ચાકરી કરતાંપુત્ર થાકતો જ નથી.