Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 21
________________ ૧૨). મહાવીરનો વારસદાર કોણ? આવે? અર્થાત્ સદાચારીને તેમની મહિમા ન જ આવે અને આવવી પણ ન જોઈએ. તો કોઈ એમ કહે કે અમે તો તેના વ્યસનના નહિ, પણ તેમની કળાના વખાણ કરીએ છીએ, તેનો ઉત્તર એમ છે કે જે કળાનું ધ્યેય રાગ અને દ્વેષરૂપી વિકારીભાવોની ઉત્પત્તિ કરાવવાનું જ હોય, તે કળાને પ્રશંસા કરવા યોગ્ય કેમ મનાય? અર્થાત્ જે સંસાર પરિભ્રમણનું કારણ બને, તે સમ્માન આપવા યોગ્ય ન જ હોય શકે. દરેક પ્રસિદ્ધ વ્યક્તિ મહાન હોય છે, એવો નિયમ નથી. સારા કામ કરીને પ્રસિદ્ધ થનાર તથા ખરાબ કામ કરીને પણ પ્રસિદ્ધ થનાર લોકો આ જગતમાં છે. હિંસાદિ પાપકરનારના નામો પણ ઈતિહાસમાં છપાય છે. પણ તે દરેકની મહિમા લાવવા માટે તેમના નામ છાપવામાં આવ્યા નથી. તે જ વાતને આ રીતે કહીએ તો પણ ખોટું નથી કે - "ગિનનોગો, વડે નામહોતે હૈ, वेही आगेजाके बदनामहोते है। बदनाम होकर के, वे ही लोग; પર મી વડે નામ વાહોનેહૈ” આમ, પાપી લોકો પાપ કરીને પણ પુણ્યોદયથી જગત પ્રસિદ્ધ બને છે અને જગતના અજ્ઞાની તેમને માને છે. એ તો પાપીઓના પુણ્યનો ઉદય છે, તે તેમના પુણ્યકર્મનું ફળ છે. અજ્ઞાની માનકષાયને આધીન થઈને પોતાના નિજસ્વભાવની મહિમા કરતો નથી. માની જીવની પ્રવૃત્તિ વિષે વર્ણન કરતા પંડિત ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે- “માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણે માની તેને નીચો પાડવા અને પોતે ઊંચો થવા ઈચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા તથા નિરાદરાદિ વડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા તથા પોતાને આધીન કરવા ઈચ્છે છે. ઈત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઊચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98