Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 22
________________ મહાવીરનો વારસદાર કોણ? - (૧૩ બીજો કોઈ પોતાનાથી ઊચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માન વડે પોતાની મહંતતાની ઈચ્છા તો ઘણી કરે, પણ મહેતતા થવી ભવિતવ્યઆધીન છે.” જ્યારે જગતનું ક્ષણભંગુર સ્વરૂપ સમજાય છે, ત્યારે છ ખંડના ધણી ચક્રવર્તી પણ પોતાની છ ખંડની સંપત્તિને તુચ્છ જાણીને પોતે ભાવલિંગી મુનિના ચરણોમાં ભાવસહિત મસ્તક ઝુકાવે છે. માનના ઉપાય અર્થે એમ કહેનારા લોકો પણ હોય છે કે જો તમે બધાં સાથે સારું વર્તન કરશો તો બધા લોકો પણ તમારી સાથે સારું વર્તન કરશે. જો કે આધ્યાત્મિક દષ્ટિએ કે કર્મસિદ્ધાંત દષ્ટિએ, એવો કોઈ નિયમ નથી. જેમ કે, તમે કોઈને સ્મિત આપ્યું અને સામાવાળાએ પણ તમને સ્મિત આપ્યું. ત્યાં તમારા સ્મિત આપવાથી સામાવાળો તમને સ્મિત આપતો નથી, તમારા પુણ્યોદયથી સામાવાળો તમને સ્મિત આપે છે અને તમે સ્મિત આપ્યું તે ભાવ તો વર્તમાનમાં થયો છે અને તેનું યથાયોગ્ય ફળ તો ભવિષ્યમાં મળશે. કેટલીય વાર એમ પણ બનતું હોય છે કે આપણે પોતે તો બીજા સાથે સારું વર્તન કરીએ પણ સામાવાળો આપણી સાથે સારું વર્તન ન કરે, તેને પાપનો ઉદય સમજવો અને ક્યારેક પોતે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું તેમ છતાં તે તમારી સાથે સારું વર્તન કરે, તો તેને તમારો પુણ્યોદય જ સમજવો. આમ, લાખ પ્રયત્ન કરીને પણ માન પ્રાપ્ત કરવાના અભિલાષી જીવ કરતાં કોઈ જીવ વિના પ્રયત્ન પણ સન્માનિત થતો હોય છે. તીર્થંકર પ્રભુ તેમનું ઉત્તમ દષ્ટાંત છે. તીર્થકર ભગવાનનો એવો પુણ્યોદય હોય છે કે કોઈ પણ પ્રકારના રાગાદિભાવ નહિ હોવા છતાં તેઓ સો ઈન્દ્રો દ્વારા પૂજાય છે અને અજ્ઞાની મનુષ્ય માન પ્રાપ્તિના અર્થે પોતાનો મનુષ્યભવ ગુમાવી દે છે. ક્રોધ અને માન કષાય ની જેમ માયા અને લોભકષાયનું સ્વરૂપ પણ દુઃખદાયી જ સમજવું જોઈએ. વર્તમાનમાં ઉત્પન્ન થતા માયા પરિણામના લીધે જીવને અનુકૂળતા મળતી નથી. છળ-કપટ કરીને અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ ઈચ્છતો જીવ એ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98