________________
૧૦)
મહાવીરનો વારસદાર કોણ?
મળ્યું જ નથી. જ્યારે ક્રોધનું ફળ મળશે ત્યારે નોકર સમયસર કે મોડો તો શું? પણ આવશે જ નહિ.
મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકારમાં ક્રોધ કષાયના ઉદયથી થતી જીવની અવસ્થાનું વર્ણન કરતા શ્રી પંડિત ટોડરમલજી કહે છે કે
‘ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બૂરું થવું ઇચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બૂરા લાગતાં તેને તોડવા-ફોડવા આદિ રૂપથી તેનું બૂરું કરવા ઈચ્છે છે તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધ-બંધનાદિ વા પ્રહારાહિ વડે દુ:ખ ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતન-અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂરું લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે કરીને તે પરિણમનનું બૂરું ઇચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરુ થવાની ઈચ્છા તો કરે, પણ બૂરું થયું તે ભવિતવ્યઆધીન છે.’
ક્રોધ કષાયની જેમ માન કષાયનું સ્વરૂપ પણ દુઃખદાયક જ સમજવું જોઈએ. માન આપીને પોતાના કાર્યની સિદ્ધિ થાય કે માન મળી જવાથી પોતે મહંત બની જાય એ વાત અસત્ય છે.
ન
ઉપરોક્ત સિદ્ધાંતના પ્રત્યક્ષ દૃષ્ટાંતો જોવા મળે છે. આજની સ્ત્રીઓએ નોકરોને પણ માન આપીને બોલાવવા પડે છે. તે જ સ્ત્રીઓ તેમના પતિને માન આપવામાં શરમ અનુભવે છે પણ નોકરોને મજબુરીથી માન આપીને બોલાવે છે. કારણકે તેમને એવો ડર હોય છે કે જો નોકરને માન નહિ આપીએ તો નોકરો કામ છોડીને જતા રહેશે અને ઘરની સફાઈ પોતે જાતે કરવી પડશે. જ્યારે પોતાના પતિને માન આપો કે ન આપો, તેઓ તો અમને છોડીને કયાંય જવાના નથી. જુઓ તો ખરા! અજ્ઞાનીની માન્યતા પણ કેવી વિચિત્ર છે! ઘરના નોકર તથા પતિ પર દઢ વિશ્વાસ છે પણ પરમાત્મા પર જરા પણ વિશ્વાસ નથી. કારણકે પરમાત્માએ એમ કહ્યું છે કે જે થવાનું હશે, તે જ થશે. તથા જે નહિ થવાનું નહિ હોય, તે નહિ જ થાય. જો આ સિદ્ધાંત પર વિશ્વાસ બેસે, તો જ એમ કહેવાય કે સર્વજ્ઞ ભગવાન પર દઢ શ્રદ્ધા થઈ. પરંતુ આવો વિચાર આવે છે કેટલાને? જગતમાં સકારાત્મક વિચારને પોઝિટિવ તથા નકારાત્મક વિચારને નેગેટિવ