Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 18
________________ મહાવીરનો વારસદાર કોણ? નથી. અહીં સુધી કે તે હસ્તીઓના કપડાં ખરીદનારના નામો છાપાઓમાં આવે છે, તેને વાંચીને ખરીદનાર ખુશ થાય છે. સામાન્ય લોકોના જુના કપડાની જેમ તે પણ અશુદ્ધ કપડા જ છે પણ તે ઊંચી કક્ષાના હોવાથી વિષય લોલુપી તેને સુખરૂપ માને છે. આમ, પુણ્ય પણ પાપ સમાન સંસારનું સાક્ષાત્ કારણ છે. પાપ સમાન પુણ્ય પણ આત્માની અશુદ્ધિ જ છે. પરંતુ તે અશુદ્ધિ ઊંચી કક્ષાની હોવાથી અજ્ઞાની તે પુણ્યને ઉપાદેય માને છે. આ યુગમાં ધમકરતાં પુણ્યશાળીની મહિમા વધી ગઈ છે. જ્ઞાની કરતા ધનીની વાહવાહ થઈ રહી છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, પણ પોતાને ધર્મી કહેનાર પણ ધનીના વખાણ કરતા ધરાતા નથી. તે દેખીને અત્યંત ખેદ થાય છે. જેવી રીતે પાપભાવથી વર્તમાનમાં કે કાળાંતરે ઈચ્છિત કાર્યની સિદ્ધિ થતી નથી તેવી રીતે કષાયભાવોથી પણ વર્તમાનમાં કે કાળાંતરે ઈચ્છિત કાર્ય સિદ્ધ થતા નથી. ક્રોધભાવ દ્વારા જીવ, પોતાનું પ્રયોજન સાધવા ઈચ્છે છે અને તે જ સમયે જો પુણ્યના ઉદયથી કાર્ય સિદ્ધ થઈ પણ જાય, તો તે એમ માને છે કે ક્રોધ કરવાથી કાર્ય સિદ્ધ થયું. છે. જેમ કે કોઈ શેઠે તેના નોકરને સવારે નવ વાગ્યે કામ પર આવવા માટે કહ્યું પણ નોકર દસ વાગ્યે આવ્યો. એ જ રીતે બીજા દિવસે પણ સવારે નવ વાગ્યે આવવા માટે કહ્યું પણ નોકર સમયસર ન આવ્યો. આમ, ચાર દિવસ સુધી નોકર મોડો આવ્યો ત્યારે કંટાળેલા માલિકે ગુસ્સો કરીને કહ્યું કે હવે કાલથી તુ સમયસર આવજે, જો તુ સમયસર નહિ આવે, તો હું તને કાઢી મુકીશ. તે નોકર પાંચમા દિવસે નવ વાગ્યે સમયસર આવ્યો. આ ઘટનાથી માલિક એમ માની બેસે છે કે મેં ચાર દિવસ સુધી ક્રોધ નર્યો તો નોકર મોડો આવ્યો અને તેના પર ગુસ્સો કર્યો તો તે સમયસર આવ્યો. પરંતુ શેઠની તે માન્યતા મિથ્યા છે. પહેલા ચાર દિવસ નોકર પર ગુસ્સો નહિ કરવાથી મોડો આવ્યો એમ નથી પણ પાપના ઉદયથી નોકર મોડો આવ્યો હતો. તથા ગુસ્સો કરવાથી પાંચમા દિવસે સમયસર આવ્યો એમ પણ નથી. ખરેખર તે પુણ્યના ઉદયથી સમયસર આવ્યો છે. અજ્ઞાની ક્રોધભાવથી કાર્ય સિદ્ધિ માનતો હોવાથી દરેક સમયે ક્રોધભાવરૂપે પરિણમે છે અને ફળની રાહ દેખે છે. ખરેખર આ ક્રોધનું ફળ, તો તે માલિકને

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98