Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 12
________________ મહાવીરનો વારસદાર કોણ? પરિણાવવા માંગે છે. જે તેની ઈચ્છાનુસાર જગતનું પરિણમન થાય, તો તે પોતાને સુખી માને છે અને જો તેની ઈચ્છાનુસાર જગતનું પરિણમન ન થાય, તો તે પોતાને દુઃખી માને છે. દરેક અજ્ઞાની પોતાને મળેલા અનુકૂળ સંયોગોથી પોતાને સુખી માને છે તથા પ્રતિકૂળ સંયોગોથી પોતાને દુ:ખી માને છે. જે લોકો પોતાને સુખી કહે છે અને ખુશી અનુભવે છે, તેમનું સુખ પર, દ્રવ્યને આધીન છે અર્થાત્ તે વ્યક્તિ પરાધીન છે, તેથી તેની પરાધીન વ્યક્તિને સુખી ન કહેવાય. સુખનું સાચુ લક્ષણ તો સ્વાધીનતા છે તથા જે સ્વાધીન છે, તે માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની વગેરે ચેતન તથા શરીર, ઘર, ગાડી વગેરે જડ સંયોગોને આધીન થતા નથી. અજ્ઞાની રાગ-દ્વેષના સદ્ભાવમાં અજ્ઞાનતાને કારણે મોટી ભૂલ એ કરે છે કે તે વર્તમાનકાળમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાને વર્તમાનકાળમાં મળતા સંયોગો સાથે જોડે છે. તે એમ માને છે કે વર્તમાનમાં જે ઈચ્છા કરી, તે ઈચ્છાના ફળમાં આ સંયોગોની પ્રાપ્તિ થઈ. ખરેખર વર્તમાનમાં કરેલી ઈચ્છાના ફળમાં સંયોગોની પ્રાપ્તિ થતી નથી. પૂર્વે બાંધેલા પુણ્યકર્મના ઉદયથી અનુકૂળ સંયોગોની તથા પાપકર્મના ઉદયથી પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે. કર્મસિદ્ધાંતની દષ્ટિએ વિચારતા જીવને વર્તમાનમાં મળેલા સંયોગો, તે જીવના પૂર્વકર્મનું ફળ છે તથા વર્તમાનમાં ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષરૂપી વિકારી ભાવોનું ફળ તો તે જીવને ભવિષ્યમાં મળશે. આ સિદ્ધાંતને અનેક દષ્ટાંતોના માધ્યમથી સમજી શકાય છે. હિંસા, જુઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહ, આ પાંચ પ્રકારના પાપ આગમમાં કહ્યા છે. તે પાપના ફળમાં, જીવને ક્યારેય પણ અનુકૂળ સયોગોની પ્રાપ્તિ થઈ શકે નહિ. પરંતુ અજ્ઞાની પાપના ફળમાં અનુકૂળતા તથા પુણ્યના ફળમાં પ્રતિકૂળતા માને છે. કોઈ આતંકવાદીએ સંપતિની લાલચે કોઈ વ્યક્તિ પર અત્યાચાર તથા મારપીટ કરી અને અંતે તો હત્યા પણ કરી નાખી અને તે આતંકવાદી તે વ્યક્તિની સંપતિનો માલિક બની ગયો. ત્યાં અજ્ઞાની એમ માને છે કે, તેણે હત્યા કરીને સંપતિ મેળવી, પરંતુ ખરેખર એમ નથી. વર્તમાનમાં મળેલી સંપતિ તો તે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98