Book Title: Mahavirno Varasdar Kon Author(s): Fulchandra Shastri Publisher: Shyam Samadhi Ashram View full book textPage 8
________________ પ્રતિઉપકાર વાળવા કોઈ પણ જીવ સમર્થ નથી તેથી તેમના વિશે વિશેષ શું કહું? જેટલા ગુણગાન ગાઉ, તેટલા ઓછા છે. - અલૌકિક માર્ગથી પરે એવા લૌકિક જગતમાં મારાં પૂજ્ય દાદા શ્રી શ્યામદેવ સ્વામીજી તથા દાદી શ્રી માતાજી રતનદેવી સહિત મારાં આદરણીય પિતાશ્રી તથા માતાશ્રીને હૃદયથી પ્રણામ કરું છું કે જેમના દ્વારા મને બાળપણથી જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું. અધ્યાત્મ માર્ગમાં પ્રયાણ કરવા માટે માતા-પિતાનો મારા પર અકથ્ય ઉપકાર છે. બાળપણથી જ તેમણે અભક્ષ્ય ભક્ષણથી મને બચાવ્યો. જો તેમણે મને જન્મથી જ કંદમૂળ વગેરે અભક્ષ્ય ભક્ષણ કરાવ્યું હોત આજે હું એમ ન કહી શકત કે મેં મારા જીવનમાં કંદમૂળનો સ્વાદ પણ ચાખ્યો નથી. મારા જીવનમાં પળાતા આજીવન સદાચારમાં મારા માતા-પિતાનો અત્યંત ઉપકાર છે. તદુપરાંત મને તત્ત્વાભ્યાસની પ્રેરણા આપનાર મારા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ તથા શ્રી નિકુળભાઈનો પણ આભારી છું. મને જૈન તત્વજ્ઞાન નો પરિચય કરાવનાર વિદ્યાપ્રદાતા, મારા આદર્શ માર્ગદર્શક ડૉ. હુકમચંદજી ભારિલ્લ સાહેબને વિનયપૂર્વક પ્રણામ કરું છું. આદરણીય ડૉ. ભારિલ્લજી સાહેબે “મહાવીરનો વારસદાર કોણ?” કૃતિનું આદ્યપાન્ત અધ્યયન કરીને પુસ્તકના સાર તથા પ્રયોજનને પ્રસ્તાવનારૂપે લખ્યા બદલ ભાવસહિત આભાર વ્યક્ત કરું છું. આજે મારી પાસે જે કંઈ પણ જ્ઞાનરુપી વૈભવ છે, તે બધો જ વૈભવ શ્રી ડૉ. ભારિલ્લજી સાહેબની દેન છે. પાંચ વર્ષ સુધી તત્ત્વાભ્યાસ કરાવનાર શ્રી પંડિત ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયનો ખૂબ જ સાણી છું. તદુપરાંત મારા મુંબઈના સ્થાયી જીવનમાં જેમનો પળે-પળે સાથ, સહકાર તથા માર્ગદર્શન મળે છે, તેવા મારા વડીલ આત્માર્થી ચિંતક શ્રી દિનેશભાઈ એમ. કોઠારી તથા શ્રી શૈલેષભાઈ ચંદુલાલ કોઠારીનો ખૂબ જ આભાર માનું છું. આ પુસ્તકનું ટાઈપ સેટીંગ તથા પ્રકાશનમાં સહાયક જૈન બંધુ પ્રિન્ટસ્ વાળા શ્રી અશોકભાઈ પી. જૈનનો આભારી છું. આમ, આ પુસ્તકના પરમ મંગળ કાર્ય અર્થે જેમનો પ્રત્યક્ષ તથા પરોક્ષ સાથ-સહકાર મળ્યો છે તે સર્વનો હું અત્યંત ભાવપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દરેક આત્માર્થી ભગવાન મહાવીરનો અસલી વારસદાર થાય એવી પરમ મંગળ ભાવના સાથે વિરમું છું. - પંડિત ફૂલચંદ શાસ્ત્રીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 98