________________
અને ભગવાન મહાવીરના માર્ગે મક્કમતાપૂર્વક મહાભિનિષ્ક્રમણ કરી પૂ. મોહનસૂરીશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે વિક્રમ સંવત ૧૯૮૫ ના માગસર સુદ બીજના મંગલ દિવસે મહામંગલકારી કલ્યાણકારી પ્રવ્રજયા મહામહોત્સવ સાથે હૈયાના વીર્યોલ્લાસ પૂર્વક ગ્રહણ કરી પૂ. કંચનશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ. સા. શ્રી કમલાશ્રીજી મ.સા. તરીકે ઓળખાવા લાગ્યા.
તપસ્વી, ત્યાગી, વૈરાગી, જ્ઞાની ગુરુના સંગમાં ને આત્માના રંગમાં રંગાતા અણગાર જીવનમાં આદરણીય આજ્ઞાનું આચમન, આચારોનું આવર્તન, પ્રકરણ-વ્યાકરણ-ન્યાય-સંસ્કૃત-પ્રાકૃતાદિ સ્વાધ્યાયનું સતત સેવન, વિનય-વૈયાવચ્ચ-તપ-ત્યાગના સંવર્ધન દ્વારા સ્વજીવન અલંકૃત કર્યું.
પોતાની કુશાગ્ર બુદ્ધિથી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં આગળ વધ્યા. કોમળ મિલનસાર સ્વભાવના કારણે સમુદાયમાં સહુના પ્રિયપાત્ર બન્યા. તેઓશ્રી મૃદુતા, સરળતા અને નમ્રતાના પ્રતિક હતા. સહિષ્ણુતા-વિદ્વત્તાને કરૂણાની અજોડ મૂર્તિ હતા. યશ-આદેયનામી અને વૈરાગ્ય દેશનાના પરિણામે ૧૩ શિષ્યા-પ્રશિષ્યાના જીવન જહાજના નિર્યામક, સંયમ જીવનના સફળ સુકાનીને જીવનોદ્યાનને ખીલવવા માટે કુશળ માળી બન્યા. જેમ વાંસળીના સુસ્વરો સાંભળીને મૃગલા એકતાન બને તેમ ગુરુ મ. ના ગુણોરૂપી વાંસળીથી પ્રેરાઈને પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી મ.સા. (સંસા૨ી પક્ષે બેન) પૂ. સા. શ્રી અરૂણપ્રભાશ્રીજી મ.સા. (સંસા૨ી પક્ષે ભત્રીજી) પૂ. સા. શ્રી સ્નેહલત્તાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી કીર્તિલત્તાશ્રીજી મ.સા. (સંસારી પક્ષે ભાણી), પૂ. સા. શ્રી અજીતસેનાશ્રીજી મ.સા. તપસ્વી પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.સા., પૂ. આ. શ્રી યશોધર્માશ્રીજી મ.સા., પૂ. આ. શ્રી શાશ્વતયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી શાશ્વતધર્માશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી જિનયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી પ્રશાંતપૂર્ણાશ્રીજી મ.સા. આદિ શિષ્યાપ્રશિષ્યાઓનાં વિશાળ પરિવારથી યુક્ત એવા તેઓશ્રી વડલાની છાયા સમાન સંયમ સાધનામાં તેઓ ખૂબ જ પ્રોત્સાહક બન્યા.