Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ બાકી નથી કે જે સમયમાં જીવને વેદનો ઉદય ન હોય. એ વેદનો ઉદય એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે ચાલ્યા કરે છે. પુરૂષવેદની આકૃતિવાળું શરીર હોય તો પણ એક એક અંતર્મુહૂર્તે ત્રણે વેદમાંથી કોઇપણ વેદનો ઉદય ચાલુ જ રહે છે. એવી જ રીતે સ્ત્રી આકૃતિવાળું શરીર હોય તો પણ તે જીવોને પણ એક એક અંતર્મુહૂર્તે ત્રણે વેદનો ઉદય ચાલુ હોય છે. તેવી જ રીતે નપુંસક વેદના ઉદયવાળા જીવોને એટલે એવા પ્રકારની શરીરની આકૃતિવાળા જીવોને પણ ત્રણે વેદનો ઉદય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ચાલુ જ હોય છે. આથી જ્ઞાની ભગવંતો વેદનો ઉદય કોને કહે છે ? એની વ્યાખ્યા શું કરે છે એ જણાવે છે. પુરૂષવેદ :- સ્ત્રીને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. સ્ત્રીવેદ :- પુરૂષને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. નપુંસકવેદ :- ઉભયને એટલે પુરૂષ તથા સ્ત્રીને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. આ વ્યાખ્યાના કારણે જીવને અંતરમાં ક્યારે કોને સેવવાનો વિચાર આવે (ચાલે) તે કહી શકાય નહિ. માટે જ્યાં સુધી બીજા ઉપયોગમાં રહેલો હોય ત્યારે જીવને તેનો અનુભવ થાય નહિ તે વખતે ઉદયને નિક્ળ કરી નાશ કરે છે. જ્યારે તે ઉપયોગમાંથી વ્યુત થાય એટલે બીજા ઉપયોગમાં જવાનો પ્રયત્ન કરે તે વખતે આ ઉદયનો રસ તીવ્ર થતાં જીવને તેના વિચારો પેદા કરી શકે છે. માટે આ વેદનો ઉદય જીવોને સતત ચાલ્યા જ કરે છે એમ કહેવાય છે. મનને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવાથી વેદના ઉદયને નાશ કરવાની-ઉદય નિક્ળ કરવાની શક્તિ પેદા થાય છે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે મનને નવરૂં પડવા દેવું નહિ. જો મન નવરૂ પડે તો વેદનો ઉદય સતાવે આથી જ્ઞાન ભણીને તેનો સ્વાધ્યાય કરવામાં-પરાવર્તન કરવામાં અને પદાર્થોની ચિંતવના કરવામાં જેટલો ટાઇમ પસાર કરો એટલો ટાઇમ વેદનો ઉદય ચાલુ હોવા છતાં તે ઉદય નિષ્ફળ બનતો જાય એટલે એટલો ટાઇમ વેદના ઉદયન જરૂર નિક્ળ કરી શકાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજાભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે. ત્યારથી તે ભવમાં જેટલું જ્ઞાન ભણ્યા હોય છે તેનો સ્વાધ્યાય રોજના એકવીશ કલાક સુધી કર્યા કરે છે અને તેના પ્રતાપે જ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર બનાવે છે. આઠે કર્મનો ઉદય હોવા છતાં જ્ઞાનના ઉપયોગની સ્થિરતાના યોગે ઉદયમાં આવતા રસને નિષ્ફળ બનાવીને ભોગવે છે અને ત્યાંથી છેલ્લે અનશન કરી દેવલોકમાં કે નરકમાં ઉત્પન્ન થાય તો પણ પોતાનું જ્ઞાન એટલે મતિ અને શ્રુતજ્ઞાન સાથે લઇને જાય છે અને ત્યાં અવધિજ્ઞાન પેદા થાય છે. એ મતિ અને શ્રુતજ્ઞાનનું પરાવર્તન દેવલોકના સુખોમાં કર્યા કરે છે. એના પ્રતાપે એ દેવતાઇ સુખો લીનતા પેદા થવા દેતા નથી. તેમજ એજ જ્ઞાન લઇ નરકમાં જાય તો તે જ્ઞાનમાં પરાવર્તનના યોગે નારકીનાં દુ:ખોની વેદનામાં દીનતા પેદા થવા દેતા નથી. સમાધિ સુંદર રીતે ટકાવી રાખે છે. આ રીતે સાગરાપમોના કાળ સુધી પ્રયત્ન કરે છે અને વેદના ઉદયને નિષ્ફળ કરતાં જાય છે. એ શ્રી તીર્થંકરના આત્માઓ દેવલોકમાંથી કે નરકમાંથી ચ્યવન પામી માતાના ગર્ભમાં આવે છે તો પણ ત્રણજ્ઞાન સાથે લઇને આવે છે. એ મતિ અને શ્રુતજ્ઞાનનો સ્વાધ્યાય ગર્ભમાં રહ્યા રહ્યા પણ કર્યા જ કરે છે. જ્યાં રહવા લાયક જગ્યા નથી તો પણ તે જગ્યામાં આત્માને સમાધિમાં રાખીને પોતાના જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહે છે. માટે જ દેવતાઓનાં મસ્તકો ઝૂકે છે અને જ્યારે જન્મ પામે છે ત્યારે ૠધ્ધિ સિધ્ધિ રાજવૈભવમાં જન્મ પામે છે. છતાં પણ ત્રણજ્ઞાન સાથે હોવાથી તે જ્ઞાનના ઉપયોગમાં જ આત્મા સ્થિર હોવાથી એ સામગ્રીમાં રાગ થવા દેતાં નથી એટલે કે અવિરતિના ઉદયે રાગનો ઉદય હોવા છતાં ઉદય નિક્ળ કરીને ભોગવે છે. કે જેથી નવી ભોગવવા લાયક અવિરતિ બંધાતી નથી અને વેદના ઉદયને પણ એજ જ્ઞાનના ઉપયોગથી નિક્ળ કરતાં જાય છે. સતત મનન-ચિંતન અને પદાર્થોની વિચારણા ચાલુ હોવાથી ઉચ્ચ કોટિની ભોગ સામગ્રી હોવા છતાં વેદનો ઉદય પજવતો નથી એટલે વેદનો ઉદય ન પજવે એવી સ્થિતિમાં રહી શકે છે અને નિકાચીત અવિરતિના તથા વેદના ઉદયને ભોગવીને નાશ કરતાં જાય Page 7 of 78

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 78