Book Title: Jeev Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 6
________________ જે જીવોને અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવાની ઇચ્છા હોવા છતાંય એક સ્થાનેથી બીજા સ્થાને જઇ ન શકે તે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવો ગણાય છે. આ સ્થાવર રૂપે પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાય-વાયુકાય અને વનસ્પતિકાયના જીવો ગણાય છે. તેઉકાય-વાયુકાય જીવોનો ઉર્ધ્વગતિ રૂપ સ્વભાવ હોય છે તે સ્વાભાવિક રૂપે હોય છે પણ પોતાની સ્વેચ્છાએ ઉદય ભાવના કારણે ભાવ થતો નથી માટે તે જીવોને ગતિ-ત્રસ જીવો કહેવાય છે. એટલે કે દુઃખથી બચવા અનુકૂળતા । મેળવવા હું જાઉં એવો ભાવ હોતો નથી. અને ત્રસ જીવો જે જીવો અનુકૂળતા મેળવવાની ઇચ્છાથી અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવાની ઇચ્છાથી એક સ્થાનેથી બીજાસ્થાને જઇ શકે, જવાની શક્તિ પ્રાપ્ત કરી શકે તે ત્રસ જીવો કહેવાય છે. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય વાળા જીવોને આ ત્રસ નામકર્મના ઉદય હોય છે. પાંચસો ત્રેસઠ જીવ ભેદોની અપેક્ષાએ સ્થાવર જીવોનાં બાવીશ ભેદો ગણાય છે અને ત્રસ જીવોના પાંચસો એકતાલીશ ભેદો ગણાય છે. મનુષ્યપણાને પામ્યા પછી જો એકવાર જીવ સ્થાવર ભેદોમાં ચાલ્યો ગયો તો ત્યાં એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અસંખ્યાતા કે અનંતા ભો કરવા પડે છે એટલે કે અસંખ્યાતી ઉત્તરપિણી-અસંખ્યાતી અવસરપિણી અથવા અનંતી ઉત્સરપિણી કે અનંતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ કરવા જવું પડે છે. તેટલા કાળ સુધીમાં જો જીવ અકામ નિર્જરા સાધીને પુણ્યનો બંધ કરી પુણ્ય એકઠું કરતો જાય તોજ વહેલા નીકળી શકે. આટલા કાળ સુધી જન્મ મરણ કરવા જવાનું કર્મ અહીં મનુષ્યપણામાં રહીને અનુકૂળ પદાર્થો પ્રત્યે જેટલા તીવ્ર રાગાદિ પરિણામ-આસક્તિ કે મમત્વ ભાવ વધારતો જીવે તેનાથી આ ભવો એટલે આટલો કાળ અનુબંધ રૂપે બંધાતો જાય છે. એવી જ રીતે પ્રતિકૂળતાઓ વારંવાર આવતી જતી હોય તેમાં અત્યંત દ્વેષ પેદા કરીને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતો જાય તેનાથી પણ જીવો એકેન્દ્રિયપણામાં એટલે સ્થાવરપણામાં ફરવા માટેના કાળનો અનુબંધ બાંધતો જાય છે અને મરણ પામી ત્યાં ફરવા માટે જીવ ચાલતો થઇ જાય છે. ત્રસપણામાં આવ્યા પછી પણ જીવો પુરૂષાર્થ કરીને પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવાનો પ્રયત્ન ન કરે તો તે જીવો ત્રસપણામાં બે હજાર સાગરોપમ કાળ રહી વિકલેન્દ્રિયમાં તિર્યંચ-નરક-દેવમાં અને મનુષ્યપણામાં ફરતો ફરતો પાછો એકેન્દ્રિયપણામાં એટલે સ્થાવરપણામાં જાય છે. આ રીતે અત્યાર સુધી ફરતાં ફરતાં અનંતો કાળ પસાર કરીને આવ્યા છીએ હવે શું કરવું એ વિચાર કરવાનો છે. અને એ વિચાર અહીંયા જ થઇ સકશે માટે તે વિચાર કરી જો ફરવા જવું ન હોય તો સાવચેત બનવાની ખાસ જરૂર છે. આવી રીતે બે પ્રકાર રૂપે જગતના સઘળા જીવોનો સમાવેશ થાય એવા ઘણાં ભેદો આગમોમાં કહેલા છે. તેમાંના કેટલાક જેમ કે (૧) જ્ઞાની જીવો-અજ્ઞાની જીવો (૨) સન્ની જીવો-અસન્ની જીવો (૩) ભવ્ય જીવો-અભવ્ય જીવો (૪) આહારી જીવો-અણાહારી જીવો. આ રીતે અનેક પ્રકારો થઇ શકે છે. ત્રણ પ્રકારના જીવો ત્રણ પ્રકારના જીવોમાં જગતના સઘળા જીવોનો સમાવેશ થાય છે. (૧) પુરૂષવેદ વાળા (૨) સ્ત્રીવેદ વાળા (૩) નપુંસકવેદ વાળા. વેદના ઉદયના કારણે વેદના ત્રણ પ્રકાર પડે છે. નવ ગુણસ્થાનક સુધી આ વેદનો ઉદય રહેલો હોય છે. દશથી ચૌદ ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો વેદના ઉદય વગરના અવેદી રૂપે હોય છે. આ વેદનો ઉદય નવમા ગુણસ્થાનક સુધીમાં રહેલા દરેક જીવોને સતત ચાલુ જ હોય છે. કોઇ સમય એવો ખાલી એટલે Page 6 of 78Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 78