Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 4
________________ અજીવ-૪ પુણ્ય-૪૨ પાપ-૮૨ આશ્રવ-૪૨ બંધ-૪ સંવર-૫૭ નિર્જરા-૧૨ મોક્ષ-૯ - ૮૮ ૧૮૮ = ૨૭૬ આ રીતે રૂપી-૧૮૮ ભેદો અને અરૂપી ૮૮ ભેદો હોય છે. રૂપી = જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય તે પદાર્થ રૂપી કહેવાય છે. એ પદાર્થો અચિત્ત પણ હોય અથવા સચિત્ત પણ હોય. આ રૂપી પદાર્થોને જ આપણે જોઇ શકીએ છીએ. ચોદપૂર્વીઓ-દશપૂર્વીઓ-વિશિષ્ટ જ્ઞાનીઓ-અવધિજ્ઞાની જીવો તથા મન:પર્યવ જ્ઞાની જીવો આ રૂપી. પદાર્થોને જ જોઇ શકે છે. વર્ણાદિથી યુક્ત પદાર્થોમાં, જેમાં જેની એટલે વર્ણાદિની પ્રધાનતા હોય તે પ્રમાણે તે પદાર્થનો વ્યવહાર કરીએ છીએ. બાકી તે દરેક પદાર્થોમાં પ્રધાન કે ગૌણપણે વર્ણાદિ રહેલા જ હોય છે. રૂપી પદાર્થો સિવાયના અરૂપી પદાર્થોને જોઇ શકાતા નથી. માટે તે રૂપી પદાર્થોમાં રાગાદિ પરિણામો. પેદા કરીને જન્મ મરણની પરંપરા રૂપ સંસાર વધારતા જઈએ છીએ. તે રૂપી પદાર્થો પોતાના સ્વરૂપે કેવા હોય છે. ક્યાં રહેલા હોય છે-કેટલા કેટલા હોય છે તે સ્વરૂપ જાણવાથી રાગાદિ ઓછા થાય અને તોજ જન્મા મરણની પરંપરા વધતી અટકી શકે. એ માટે જ આ પદાર્થોનું જ્ઞાન મેળવવાનું કહેલું છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માએ છેલ્લા ભવમાં સંયમ લઇ સાડા બાર વરસના સંયમ પર્યાયમાં આ રૂપી પદાર્થમાંથી એક પરમાણુ પુદગલની વિચારણા કરતાં કરતાં મોહનીય કર્મનો નાશ કરી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરેલી હતી. અરૂપી પદાર્થ = જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતો નથી તે પદાર્થને અરૂપી કહેવાય છે. આ અરૂપી પદાર્થને જોવાની શક્તિ કેવલજ્ઞાની આત્માઓ સિવાય કોઇની હોતી નથી. માટે જ જ્યારે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ભગવાન મહાવીર પાસે આવ્યા ત્યારે તેમને જેટલી શંકાઓ હતી તે બધાના જવાબ ભગવાને આપ્યા ત્યારે છેલ્લે ઇન્દ્રભૂતિજીએ પૂછયું છે કે આત્મા છે ? ક્યાં છે અને કેવો છે ? ત્યારે ભગવાને કહ્યું કે આત્મા છે. તે અરૂપી છે અને જગતમાં અનંતા આત્માઓ રહેલા છે. ત્યારે ઇન્દ્રભૂતિએ કહ્યું કે હું કેમ જોતો નથી ? અર્થાત મને કેમ દેખાતો નથી ? ત્યારે ભગવાને કહ્યું કે તું જુએ એટલું જ માને છે કે બીજા કોઇ જૂએ અને કહે તે પણ માને છે ? ત્યારે ઇન્દ્રભૂતિએ કહ્યું બીજાએ જોયું હોય અને કહે એ પણ માનું છું. ત્યારે ભગવાને કહ્યું, હું આત્માને જોઉં છું માટે આત્મા છે એમ કહું છું. તું પણ જ્યારે મારા જેવો થઇશ ત્યારે જરૂર આત્માને જોઇશ. આથી તહત્તિ કરીને સ્વીકાર કર્યો. આથી સમજો કે અરૂપી પદાર્થ કેવલજ્ઞાની સિવાય કોઇ દેખી શકતું નથી. એ અરૂપી પદાર્થો રૂપે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય અને કાળ રૂપે દ્રવ્યો જગતમાં રહેલા છે. ધમસ્તિકાય :- તે પદાર્થ જગતમાં રહેલા જીવ અને પુદ્ગલોને એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં સહાય કરે છે. અધર્માસ્તિકાય - તે પદાર્થ જીવ અને પુદ્ગલોને જ્યાં રહેલા હોય ત્યાં સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આકાશાસ્તિકાય :- તે પદાર્થ જગતમાં રહેલા દ્રવ્યોને અવકાશ એટલે જગ્યા આપવામાં સહાયભૂત થાય છે. Page 4 of 78

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 78