Book Title: Jeev Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 3
________________ ઉપાદેય રૂપે - ત્રણ તત્વો છે. સંવર-નિર્જરા અને મોક્ષ તેના ૫૭ + ૧૨ + ૯ = ૭૮ ભેદો થાય છે. જીવ અને અજીવને જાણવા લાયક એટલા માટે કહેલા છે કે જેમ જેમ જીવ પોતે અજીવના સ્વરૂપને જાણતો જાય છે તેમ તેમ પુદ્ગલના સંયોગથી જીવ કેટલી કેટલી વેદના પામતો જાય છે, એ પુદ્ગલોમાં રાગાદિ પરિણામોને કરીને મારાપણાની બુધ્ધિ પેદા કરીને સંસારમાં અનાદિકાળથી જન્મ મરણની પરંપરાને વધારતો દુઃખ ભોગવ્યા જ કરે છે. આથી આ બે તત્વોને જાણવાથી પોતાની રખડપટ્ટીનો ખ્યાલ આવે છે માટે જાણવા લાયક કહેલ છે. બાકી વિચાર કરીએ તો જીવ અને અજીવમાં છોડવા લાયક કે ગ્રહણ કરવાલાયક છે ય શું ? આથી પણ જાણવા લાયક સિધ્ધ થાય છે. હેય એટલે છોડવા લાયક રૂપે પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ કહેલા છે. તેમાં જીવોને જાણકારી થાય કે જન્મ મરણની પરંપરા જેનાથી પેદા થાય છે તે અજીવ પદાર્થોમાં શુભ અને અશુભ રૂપે મને જે લાગે છે તે જ પુણ્ય પાપ ગણાય છે. આ પુણ્ય-પાપ भे ચાલુ રહે તો હું મારા જીવને સ્થિર-શાશ્વત સ્થાને કઇ રીતે બેસાડી શકું ! આથી પુણ્ય અને પાપની જેમ જેમ ઓળખ થતી જાય તેમ તેમ તેનાથી છૂટવાનો જેટલો વિચાર થતો જાય તેટલો જ જલ્દી આત્મા સ્થિર બને. એ પુણ્ય પાપને લાવનાર જે હેતુઓ છે તે આશ્રવ ગણાય છે. માટે તે પણ છોડવા લાયક કહેલ છે કારણકે જીવ જ્યારે સંપૂર્ણ આશ્રવથી રહિત થાય ત્યારે જ અયોગી બની શકે છે. અયોગી બન્યા વગર જીવ સિધ્ધિગતિને પામી શકતો નથી માટે આશ્રવ છોડવા લાયક છે અને આશ્રવના પ્રતાપે જીવને શુભાશુભ કર્મના પુદ્ગલોનો બંધ થાય છે. જ્યાં સુધી બંધ હોય છે ત્યાં સુધી સંપૂર્ણ સંવર રૂપ ચારિત્ર અને સંપૂર્ણ નિર્જરા રૂપ ચારિત્ર પ્રાપ્ત થઇ શકતું નથી માટે તે છોડવા લાયક કહેલ છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક સંવર-નિર્જરા અને મોક્ષ કહેલા છે એનું કારણ એ છે કે પહેલા જીવ આવતા કર્મોને રોકે તોજ જુના આવેલા કર્મોનો ધીમે ધીમે નાશ કરી શકે. માટે આવતા કર્મોનું રોકાણ કરવું તે સંવર છે. જેમ જેમ જીવ રોકાણ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ ધીમે ધીમે ખીલતું જાય છે અને આશ્રવથી પહેલા જે કર્મો આવેલા છે તેનો નિર્જરા દ્વારા નાશ કરી શકે છે આથી આ બે તત્વો શુધ્ધ સ્વરૂપને પેદા કરવામાં સહાયભૂત થતાં હોવાથી ગ્રહણ કરવા લાયક કહેલા છે અને જીવનું પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે જ મોક્ષ છે. આથી તે ત્રણે તત્વોને ગ્રહણ કરવા લાયક કહેલા છે. નવતત્વોને બે વિભાગમાં પણ વહેંચેલા છે. (૧) રૂપી પદાર્થો રૂપે અને (૨) અરૂપી પદાર્થો રૂપે. સામાન્ય રીતે જીવ પોતાના સ્વરૂપે સદા માટ અરૂપી હોય છે પણ અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળો હોવાના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી અહીં આ પ્રકરણમાં જીવને રૂપી તરીકે ગણેલ છે. રૂપી પદાર્થો રૂપે જીવ-પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ એ પાંચ તત્વો ગણાય છે. અજીવ તત્વના ચૌદ ભેદોમાંથી અમુક ભેદો અરૂપી રૂપે હોય છે અને અમુક ભેદો રૂપી રૂપે હોય છે માટે રૂપી અરૂપી બન્નેમાં ગણાય છે. અરૂપી પદાર્થોમાં સંવર-નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્વો ગણાય છે. ઉત્તર ભેદોને આશ્રયીને રૂપી જીવ-૧૪ અરૂપી અજીવ-૧૦ Page 3 of 78Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 78