Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ (૩) પુણ્ય તત્વ - ૪૨ ભેદ (૪) પાપ તત્વ - ૮૨ ભેદ (૫) આશ્રવ તત્વ - ૪૨ ભેદ (૬) સંવર તત્વ - ૫૭ ભેદ (૭) નિર્જરા તત્વ - ૧૨ મેદ (૮) બંધ તત્વ - ૪ ર્મદ અને (૯) મોક્ષ તત્ત્વના - ભેદ હોય છે. આ રીતે કુલ ૨૩૬ ભેદો થાય છે, આ ૨૩૬ ભેદોની, એક એકની વ્યાખ્યા તથા સમજૂતી મેળવવી, એ સમજુતી મેળવવાની ઇચ્છા તે નવતત્વનું જ્ઞાન કહેવાય છે, સાત તત્વો રૂપે :- જીવ, અજીવ, આશ્રવ, સંવર નિર્જરા, બંધ અનો મોક્ષતત્વ ગણાય છે. પુણ્ય અને પાપ તત્વોનો આશ્રવમાં સમાવેશ કરાય છે. પાંચ તત્વો રૂપે -- જીવ, અજીવ, આવ, બંધ અને મોક્ષતત્ત્વ ગણાય છે. સંવર અને નિર્જરા આ બે તત્વોનો મોક્ષતત્વમાં સમાવેશ કરાય છે. બે તો રૂપે જીવ અને અજીવ તત્વ જીવતત્વમાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્વોનો સમાવેશ થાય છે, અજીવ તત્વમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ ચાર તત્વોનો સમાવેશ થાય છે. આ ૨૭૬ ભેદોની વ્યાખ્યાઓને સંપૂર્ણપણે સમજવામાં આવે તો જૈન શાસનનું બધું જ તત્વજ્ઞાન સમજાઇ જાય. ચૌદ રાજલોક રૂપ જગત્ આખુંય આ તત્વોથી જ ભરેલું છે અને આથી જ જૈન શાસનનો તત્વ જ્ઞાનનો સાર આ નવ તત્વોમાં સમાયેલો છે. આર્થી કહેવાય છે કે જૈનકુળોમાં જન્મેલા છોકરાઓને વ્યવહારિક જ્ઞાન આપ્યા પછી જીવવિચાર અને નવતત્વનું જ્ઞાન અપાવ્યા સિવાય તેને નોકરી કે ધંધે જાડવો નહિ એટલે તેની કમાણી ખાવી નહિ. તેમજ દીકરીઓ જન્મેલી હોય તેઓને આ જ્ઞાન આપ્યા સિવાય પારકા ઘરે મોકલવી નહિ. જો આજે આટલું શરૂ થાય તો જૈનકુળો કેવા હોય. તેમના આચાર વિચારો કેવા હોય-તે ખ્યાલ આવે, અને આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સંયમ કદાચ ન લઇ શકાય તો સંસારમાં રહીને ઓછા પાપથી જીવન કેમ જવાય એ એને જીવતાં આવડી જાય, એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કરેલા જીવોના અંતરમાં પાપ ભીરૂ ગુણ પેદા કરી તેની સ્થિરતા લાવવા માટે મહાપુરૂષો એ આ પ્રકરણોની રચના કરેલી છે આ માટે જ આ નવતત્વ પ્રકરણનું જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે, નવતત્વને જાણવા ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. (૧) જ્ઞેય એટલે જાણવા લાયક પદાર્થો. (૨) હેચ એટલે છોડવા લાયક પદાર્થો. (૩) ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક પદાર્થો. ૉય રૂપે બે તત્વો છે. જવ-અસ્તવ. તેના ઉત્તર ભેદો ૧૪ + ૧૪ = ૨૮ થાય છે, હેય રૂપે ચાર તત્વો છે. પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ. તેનાં ૪૨ + ૮૨ + ૪૨ + ૪ = ૧૭૦ ભેદો થાય છે. અહીં જે પુણ્યતત્વ હેય કહેલ છે તે અંતે જીવ સકલ કર્મથી રહિત થઇ મોક્ષમાં જાય છે એ અપેક્ષાએ કહેલ છે. બાકી પુણ્યાનુબંધિ પુણ્ય જે હોય છે તે આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતું હોવાથી ઉપાદેય ગણાય છે. Page 2 of 78

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 78