Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૧૨ ). આ ત્રણેય દિવ્યવસ્તુઓ પામીને આનંદિત થએલે જયકુમાર પણ ત્યારબાદ પાસે રહેલ મહાઔષધિના મહામ્યવડે પિતાને કેઇજ ઉપદ્રવ થવાને નથી એ નિશ્ચય કરીને નિર્ભયપણે સુખે સૂઈ . ૪૮ બ્રાહામુહૂર્ત-વહેલી પ્રભાતે બંને ભાઈ નિદ્રામૂક્ત થયા–જાગ્યા, ત્યારે જેમ પિતા પુત્ર પ્રતિ હિતવત્સલ હોય છે, તેમ નાનાભાઈ વિજય પ્રતિ હિતવત્સલ એવા મોટા ભાઈ જયકુમારે, વિજયકુમારને તે સૂઈ ગયે હતો ત્યારે રાત્રિને વિષે યક્ષે ત્રણ વસ્તુ આપીને કરેલે ભવ્ય સત્કાર વિગેરે વૃત્તાંત કહીને “રાજ્ય નાના ભાઈને જ મળે એમ ચિંતવતા થકા તે રાજ્યમંત્રી પિતાને નાના ભાઈ વિજયકુમારને વિધિપૂર્વક હાલાથી આપે ! ૪૯૫૦ મેદ ભાઈ પ્રતિ બાહ્ય અને સાયંતર એમ બંને પ્રકારે વિનયવાન એ વિજયકુમાર રખડતી હાલતમાં રાજ્ય મળવાને લાભ હોવા છતાં લેશ પણ મયા-કપટ વિના બે, કે-હે બંધે ! રાજ્ય આપને જ ગ્ય છેઅને મને તે આપની સેવા હ! ૫૧ છે કારણ કે-રામચંદ્રજીને નાના ભાઈ લક્ષ્મણની જેમ મારે માટે તે રાજ્ય કરતાં આપની, સેવા વધારે છે. તેથી કરીને આ રાજ્યમંત્ર આપે જ જપવા. યોગ્ય છે, રાજ્યને ધારણ કરનારા આપ જ છે! પર છે આ પ્રમાણે નાના ભાઈ વિજયકુમારે રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં પિતાને વધારે લાભ છે એમ સાચું જણાવ્યું હોવા છતાં વાત્સલ્યતાને લીધે નાના ભાઈ વિજયકુમારને જ રાજ્ય આપવાને ઈચ્છતા મેટા ભાઈએ પણ ઘણું જ કહેવા માંડયું, કે–“આપણે બંને જણને રાજ્ય મળે તે ન્યાય હેયે છતે હું કહું કે તું રાજ્ય છે, અને તું કહે કે-આપ જ્ય લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com