Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
(૧૫)
સપુરુષને અને ધાતુઓને પરસ્મ પદાર્પણમાં–પિતાનું સ્થાન. અન્યને આપી દેવામાં ઉપાધિ નથી, જ્યારે આત્મને પદ દેવામાં તે–પિતાને પદ દેવામાં તે તે પદ તેઓને ઉપાધિરૂપ થઈ પડે છે! છે ૬૭
વિજયકુમારને કામપુર રાજ્યની અચાનક પ્રાપ્તિ!
એ પ્રમાણે મેટો ભાઈ જયકુમાર અદશ્ય બન્યા અને આ બાજુ તે કામપુર નગરને અપુત્રીઓ રાજા મરણ પામ્યો હોવાથી રાજમંત્રી–પ્રધાને વિગેરેએ સવારમાં હાથી, અશ્વ, છત્ર, કળશ અને ચામર એ પાંચ દિવ્ય (ગાદીને યોગ્ય પુરુષની પ્રાપ્તિ માટે) શણગાર્યા હતાં. તે પાંચ દિવ્યને તેઓએ આખા નગરમાં ફેરવ્યા, પરંતુ નગરમાંથી રાજ્યને ગ્ય કેઈ પુરુષ નહિ
૧ અહિં સર અને ધાતુઓને તુલ્ય ગણ્યા છે, તેની સમજ આ પ્રમાણે –સંસ્કૃત વ્યાકરણમાં ક્રિયાપદના ધાતુઓ બે પ્રકારના પ્રત્યય લે છે. ૧ પરસ્મપદ અને ૨ આત્મને ૫દ. તેમાં જે ધાતુઓ પરસ્મપદના પ્રત્યય લે છે, તે ધાતુઓ મૂળરૂપવાળા (શુદ્ધ શબ્દવાળા) હોય છે; પરંતુ જે ધાતુઓ આત્મને પદ પ્રત્યે લે છે તે ધાતુઓને આત્મને પદીની નિશાની તરીકે ક’ આદિ ઈત સંજ્ઞાવાળા અક્ષર જેવા પડે છે. આત્મને પદી ધાતુને તે આદિ ઈત સંજ્ઞા વળગી તે ઉપાધિરૂપ ગણાય છે. તેથી પરસ્મપદની ધાતુને જેમ પરમૈ–બીજ (તે “ડ” ઈત) પદ આપવામાં પોતાને ધાતુ જોવો હોય તે સ્વાભાવિક રૂપમાં જ રહેવાનું બને છે. જેમ આ પરસ્મપદી ધાતુને જે આત્મપિતાને પદ જોઈતું હોય તો 'ઈતની ઉપાધિ વહેરવી પડે છે, તેમ સપુરુષોને પોતાને મળતું રાજા આદિ પદ બીજાને આપવું તે સ્વાભાવિક નિલેષપણે શુદ્ધસ્વરૂપે રહેવા જેવું છે-ઉપાધિ વગરના રહેવા જેવું છે, અર્થાત સત્પષોનો સ્વભાવ જ આવો હોય છે કે-પરમૈપદ બીજને પદ આપવાવાળા રહેવું અને આત્માને પદપોતાને પદ મળે તેને ઉપાધિ માનવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com