Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૮ ) તે વસ્તુ કેની છે તે અમે જાણતા નથી, પરંતુ અમને તું ઘણે પ્રિય હોવાથી તે વસ્તુ તને જ આપીએ છીએ. માટે તું આ તે વસ્તુ ગ્રહણ કર. અને પોતાને ઘેર આવીને અમારા પર ઉપકાર કર: પ્રાર્થનાને નિષ્ફળ કરવી તે ઉત્તમ પુરુષો માટે કૌશલ્યતા ગણાતી નથી. ૧૩૮–૧૩૯ છે એ પ્રમાણે કહીને કુમારને “જેમ કેઈ નાશ પામેલું પુણ્ય સાક્ષાત્ પાછું લાવી આપે તેમ” અક્કાએ કુમારને ઘેરી લીધેલ તે મહામણિ પિતાના જ હાથે કુમારના હાથમાં પાછો આપે! અહા ! કપટકુશળતા ! આ વિષે કહ્યું છે કે:
पक्षिणां वायसो धूर्त्तः, श्वापदेषु च जम्बुकः॥ नरेषु द्यूतकारश्च, नारीषु गणिका पुनः ॥ १४१ ॥
અર્થ:-પક્ષીઓમાં કાગડે, પશુઓમાં શિયાળ, પુરુષમાં જુગારી અને સ્ત્રીઓમાં ગણિકા ધૂર્ત હોય છે. ૧૪૧ આ પછી તે અક્કાનું કપટ, તેની પુત્રી કામલતાનું સ્મરણ અને ગુમ થએલ મહામણિને અજબ રીતે થએલે લાભ, એ ત્રણ વસ્તુ એક સાથે મન પર આવવાથી કુમાર, પિતાના મનમાં તે વખતે અક્કા પર ક્રોધ, કામલતાને મળવાની ઉત્સુકતા અને મહામણિ અનાયાસે પુનઃ પ્રાપ્ત થયાને પરમ હર્ષ એ ત્રણ ભાવના એક સાથે સંકરતા–મિશ્રતા અનુભવવા લાગે! છે ૧૪ર છે હમણુ કેપ કરવાનો અવસર નથી, એમ મનમાં વિચારીને કેપને ગેપવા અને પ્રીતિને દેખાડતા જયકુમારે “આવીશ” એમ કહીને અને વિદાય કરી! ૧૪૩ હવે “રાજઆંગણે માન પામને હોવા છતાં હાથી જેમ પિતાની
૧ અંતઃ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com