Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
થક કહે છે-“હે કલાવાન ! સાધુઓમાં એ વાત અત્યંત જ અસંભવિત છે. સૂર્યથી અંધકારની જેમ અહે! સાધુએથી એવું કુકૃત્ય યુગાન્ત પણ યુક્તિયુક્તતાને કેવી રીતે પામે ? એ જે કાંઈ સાક્ષાત્ દેખ્યું તે અસત્ય હો અથવા સત્ય પણ છેસત્યપણું હોય તો પણ તે બધા જ સાધુઓને વિષે અનાસ્થા-અવિશ્વાસ રાખ તે યુક્ત નથી. કેઈ જનસમૂહ ચોર કે ધાડપાડુ દીઠ, તેથી શું બધા જ સાર્થો અવિશ્વસનીય છે? એ રીતે જે એક પરથી બધા માટે અવિશ્વાસ રાખવામાં આવે તે વ્યવહારને જ લેપ થાય. માટે જેઓ ચારિત્રવંત છે તેઓ તે નક્કી પૂજનીય જ છે. જે તેઓ પણ પૂજનીય નથી, એ અવ્યક્ત મત ગ્રહણ કરવામાં આવે તો હે અવધૂત! નિલેવપણું જ પ્રાપ્ત થાય.” ૩૫૬-૫૫૮–૨૯-૩૬૦ મા
૧-અનાગા યોગમાં નાખેલા શિષ્યોને યોગ કરાવવા ચાલુ હતા અને યોગની ક્રિયા કરાવનારા ગુમહારાજ કાલધર્મ પમી દેવલોકમાં ગયા. આથી શિષ્યોને વેગ પૂરા કરાવવાની ઈચ્છાએ દેવલોકમાંથી સુરત આવીને ગુના તે આત્માએ પોતાના મૃત દેહમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને વેગ પૂરા કરાવ્યા બાદ “હું તો કાલધર્મ પામીને દેવ થયો છું, અને મારી આ કાયામાં પેસીને મેં તમને એગ કરાવ્યા છે' અમ જણાવીને ગુએ–દેવ તરીકે અવિરતિ એવા પિતાને શિષ્યોએ કરેલ વંદનાદિકનું શિષ્યોને પ્રાયશ્ચિત્ત લેવડાવ્યું, અને પોતે સ્વકાય ન દેવલોકમાં ગયા ! ત્યારથી તે આચાર્યના શિષ્યોને એવી ભ્રમણા થઈ કે-જે સાધુને વંદના કરી–એ તે સાથું મૂળ કાયામાં છે તેની ખાત્રી શું ? માટે કોઈપણ સાધુને વંદનાદિ કરવાનું બંધ કર્યું. અંતે એક નૃપતિના યત્નથી તે ઠેકાણે આવ્યા એ રીતે એક સાધુના દેહમાં દેવ જાણવાથી સર્વ સાધુઓમાં દેવપણું-અવિરતિપણું માનવા
લાગેલા સાધુઓ અવ્યક્તમતવાળા નિતંવ તરીકે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com