Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૩ ) વિશુદ્ધિમય પરિણામવાળે હેય અથવા તથાવસ્થિત પરિણામ વાળ અથવા હીન પરિણામવાળે પણ થાય છે! વળી જે જે અનાભેગે ( પ્રગટ ઉપગ વિના જ) કઈ પ્રકારે પરિણામ ઘટી જવાથી દેશવિરતિ કે સર્વવિરતિથી પડ્યા હોય, તે છે કરણ કર્યા વિના જ પુનઃ દેશવિરતિ કે સર્વવિરતિને પામે છે. અને જે જે આગથી (ઈરાદાપૂર્વક) શુભ પરિ. ણામથી પડયા હોય અને ઈરાદાપૂર્વક મિથ્યાત્વ પામ્યા હોય તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઘણે કાલ ગયા બાદ (આગળ કહ્યું છે તે રીતે) કરણે કરીને જ વિરતિપણું પામે.” સિદ્ધાંતના મતે-“સમ્યકત્વની જેણે વિરાધના કરી હોય તે કઈ સમ્યકત્વી જીવ [સમ્યકત્વ વિરાવ્યું હેવાના કારણે) સમ્યકત્વ સહિત છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે.” અને કર્મચન્થકાના મતે તે-“જેણે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે તે સમ્યકત્વવાન્ જીવ સિમ્યકત્વ વિરાધ્યું હોય તે પણ વૈમાનિક સિવાય બીજે ઉત્પન્ન થતું નથી.” કર્મગ્રન્થકારના તે મત પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. વળી કર્મગ્રન્થકારના મતે સમ્યકત્વ પામીને મિથ્યાત્વે ગએલો જીવ ઉત્કૃષ્ટ સ્થિતિની કર્મપ્રકૃતિઓને બાંધે, અને સિદ્ધાંતના મતે તે ગ્રન્થિભેદ કરેલ જીવને કર્મપ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ બંધ ન જ થાય.
પાંચ પ્રકારનું સાકત્વ તે સમ્યકત્વ, “ઉપશમ-ક્ષાયિક- પશમ–વેદક અને સાસ્વાદન’ એમ પાંચ પ્રકારે છે. તેમાં ૩૫રમ સવ્ય
૧ કમમ્પયડીમાં ‘સમ્યકત્વથી પડીને મિથ્યા ગએલ છવ કપ્રકૃતિ
ની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે’ પરતુ ઉત્કૃષ્ટ રસ ન બાંધે એમ તે કહ્યું જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com