Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 10
________________ નિવેદન. આ ગ્રન્થના લેખક નરોડા નિવાસી નરસિંહપુરા બંધુ શ્રી. રમણિકલાલ વિમલથી શાહ, જેએ આપણી અમદાવાદ મેડિંગ અને હી. ગુ. જૈન મેન્ડિંગ મુંબાઇ દ્વારા શિક્ષણ લઇ ખી, એસ સી. અને એલ. એલ. બી. તેમજ એડવાટની ડીગ્રી મેળવી આજે મુંબાઇમાં વકીલાતનેા ધંધા ધીકતી રીતે ચલાવી રહ્યા છે. એ ભાઇએ આપણી ગામાં ધમ શિક્ષણ લીધુ હતુ. અને શ્રી. બ્ર. સીતલપ્રસાદજી કૃત જૈન ધર્મ પ્રકાશ' વાંચ્ચેા હતેા તેના મનન રૂપે ચાર વર્ષોં ઉપર એ ભાઇએ આ ‘જૈનત્વ' નામે ગ્રન્થની રચના કરી અમને પ્રકટ કરવા માટે મેાકલી હતી, જે અનેક કાવશાત્ પ્રકટ થઇ શકી નહોતી પણ હવે તે પ્રકટ થઇ સૌ. સવિતાબાઇ સ્મારક ગ્રંથમાળાના હું મણુકા રૂપે પ્રગટ થાય છે આ ગ્રન્થમાં લેખકે કેટલેક સ્થળે એવી સ્વતંત્ર ટીકા લખી હતી કે જે અમને જૈન માન્યતાથી વિરૂદ્ધ લાગવાથી તે છેડી દેવી પડી છે તે માટે લેખક ઓછું નહી લાવશે એમ આશા રાખીએ છિયે. લેખકે આ ગ્રન્થમાં પ્રથમ પ્રાસ્તાવિક પ્રકરણમાં બુદ્ધિવાદ જડવાદ, વિજ્ઞાનવાદ, અધ્યાત્મવાદ અને અનાદિ અનંત ધમ (જૈન ધર્મ) તું અર્ધું. વન કર્યુ છે. ખીજા-વિશિષ્ટતા પ્રકરણમાં લેખકે જૈન તત્વજ્ઞાનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી મૂર્તિ પૂજાની આવશ્યક્તા ને મહત્વતા બતાવી સ્યાદ્દાદની વ્યાખ્યા સમજાવી છે. ત્રીજા-અનાદિતા, વ્યાપકતાને સ્વતંત્રતા પ્રકરણમાં લેખકે આલેાકને દાખલા દલીલોથી અનાદિ અનંત તે અકૃત્રિમ સિદ્ધ કર્યાં છે તેમજ બીજા ધર્મોની જૈન ધર્મના સિદ્ધાતા સાથે તુલના કરી જૈન ધર્મના સિદ્ધાંતાની ઉત્તમતા બતાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 116