________________
પોતાના જન્મસ્થળ પાલીમાં કન્યા મહાવિદ્યાલય બનાવ્યું, જેની ત્યાં અત્યંત જરૂર હતી.
પાલીની શાનદાર ગૌશાળામાં મોટો ફાળો આપ્યો. તેમનું અને તેમના નાના ભાઈ પારસમલજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.
તેઓ કહેતા હતા કે, પ્રામાણિકતાથી ખૂબ કમાઓ અને સારા કામમાં ખર્ચો, લોકોના કામમાં આવો. ઉચ્ચ શિક્ષણની ઇચ્છાવાળાને વિશેષ શિક્ષણ આપો.' આ વાત ઉપર વિશેષ ભાર મૂકતા હતા. દાનમાં તેમની ભાવના હંમેશાં સેવાની જ હતી – દાતાની નહીં.
તે કહેતા બોધિ-લાભ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શરીરથી સ્વસ્થ હોવું અનિવાર્ય છે. તે માટે આરોગ્યની પ્રાર્થના બોધિથી પહેલાં કરવામાં આવી છે. ‘આરુષ્ણનો અર્થ-ભાવ આરોગ્ય (સ્વસ્થતા) એવો અર્થ કરવો ન જોઈએ. તે માટે જૈન દૃષ્ટિકોણની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તેમણે સ્વાથ્યને સૌંદર્ય, શૃંગાર અથવા ભોગનું સાધન નહિ, પરંતુ મોક્ષનું જ સાધન બનાવ્યું.
માંદગીને વધવા ન દો – આ તેમનું સૂત્ર હતું.
જે સજાગ અને સ્વસ્થ હોય છે, તેમને થોડો જ ફેરફાર તરત જ ખ્યાલમાં આવી જાય છે અને તે માટે તેમને સહજ ચિંતા થતી હતી. બીજું, જ્યારે કોઈ સમસ્યા નાની હોય ત્યારે તેનું સમાધાન કરવું સરળ હોય છે. આ બીજી વાતમાં ઊંડો અનુભવ અને અત્યંત કૌશલ્ય સમાયેલું છે. | મુંબઈમાં ૪૫ વર્ષ સુધી કોઈ મોટા ઘરમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ તેઓ દિવસમાં કેટલીય વાર ઊંચો દાદરો ચઢી-ઊતરીને પણ પછી મરીનડ્રાઈવ કે હેન્ગીંગ ગાર્ડન ચાલવા જતા. કોઈક વાર ત્યાં સુધી ન જઈ શકાય તો નાના એવા રૂમમાં પણ સેંકડો ચક્કર લગાવતા. ઘણી તન્મયતાથી નિયમિત યોગાસન પણ કરી લેતા હતા.
તેમણે જાણી લીધું હતું કે સ્વાચ્ય, સેવા અને આત્મકલ્યાણ આ ત્રણે એકબીજા પર આધારિત છે.
મારું એવું માનવું છે કે તેમના જેવી વ્યક્તિ સંસારથી મુક્ત થવા માટે જ સંસારમાં આવે છે. તે સમજી જાય છે કે સ્વતંત્ર થવા માટે “સ્વસ્થ” હોવું જરૂરી છે. આવી ઊંડી અને સ્પષ્ટ સમજ કોઈ વિરલને જ હોય છે.
એમણે મને ઘણી વાર ચેતવ્યો હતો કે મોહ ન રાખવો; હું એમની
30