________________
ટી. અને કામા. ધીરે ધીરે કે. ઈ. એમ, કસ્તુરબા, નાયર અને જે. જે. ને પણ તે અભિયાનમાં જોડી દીધાં. વિશાળ કદની જે. જે.માં અઠવાડિયામાં એક વાર જતા અને અન્ય જગ્યાએ ર૩ વાર. અઠવાડિયામાં પ-૬ દિવસ પૂરા પ-૬ કલાક આ કામમાં વ્યસ્ત રહેતા. કોઈ પણ કારણસર આ કાર્યમાં વિઘ્ન આવે તે તેઓ સહન કરી શકતા નહોતા.
સને ૧૯૯૬માં પોતે જ કેન્સરમાં સપડાયા. રોગના ઉપચાર (રેડીએશન) વખતે પણ તેઓ નિયમિત રીતે હોસ્પિટલોમાં જતા હતા. પરિવાર તેમના સ્વાથ્ય અંગે ચિંતિત હતો, ત્યારે પણ તેઓ તો મસ્ત હતા લોકસેવામાં જ. તેઓ દરેક દર્દી પાસે જતા અને સ્નેહ દર્શાવતા. સુખદુઃખની વાતો કરતા. જે પણ નાનામાં નાનું અને મોટામાં મોટું કામ હોય તે કરતા. તન, મન અને ધનથી દરદી સાથે આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરતા. તેના માટે પોસ્ટકાર્ડ લખતા. સંદેશા પહોંચાડતા. એવી નાની બાબતોમાં રસ લેતા જેથી દર્દીને પોતાના પ્રત્યે દયનીયતા નહિ પણ પોતાપણું લાગે.
ધીરે ધીરે હોસ્પિટલના વ્યવસ્થાપકોમાં તેઓ અજાણ્યાને બદલે અભૂતપૂર્વ વિભૂતિ બની ગયા. કેટલાક ડૉક્ટરો અમને કહેતા કે, “જ્યારે આપના પિતાજી કોઈ દર્દી પાસે ઊભા હોય ત્યારે અમને એમનામાં સાક્ષાત્ ઈશ્વર જ દેખાય છે.”
તેઓ ક્યારેય વ્યવસ્થા કે પ્રસિદ્ધિમાં પડ્યા ન હતા. ગમે તેટલું દબાણ પણ તેમને નમાવી શક્યું ન હતું. યથાસંભવ તેઓ ‘કાકાજીના નામથી ઓળખાતા. ઘણા પત્રકારો તેમની પાસે જતા પરંતુ તેઓ તેમનાથી અળગા રહેતા.
તુર્ખ ને તેઓ બરાબર જાણતા હતા. આ નિત્યક્રમ ૩૦ વર્ષ સુધી ચાલ્યો.
નાયર હોસ્પિટલે તેમની પ્રેરણાથી પોતાની વધારાની જગામાં વ્યવસાય પ્રશિક્ષણ શરૂ કર્યું. સ્વતંત્રતા અને સ્વાવલંબનની તેમની ભાવના અહીં પણ દેખાઈ.
કહેતા કે “એક વ્યક્તિ કામ પર લાગે તો પાંચનાં પેટ ભરાય.”
જેમ જેમ જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ વધારે વહેંચવાની હંમેશાં વૃત્તિ રહી. મુંબઈ હૉસ્પિટલ તેમની પ્રિય સંસ્થા હતી અને ત્યાં લગાતાર યોગદાન અપાતું રહ્યું.