Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ સહિત જૈન આગમોમાં આવતાં
પ્રાકૃત વિશેષનામ
૫
પઇગા (પ્રતિકા) પન્નુણસેણની પુત્રી અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૧. પઇટ્ટ (પ્રતિષ્ઠ) સાતમા તિર્થંકર સુપાસ(૧)ના પિતા.
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૦.
૨.
પઇટ્ટ ભાદ્રપદ મહિનાનું બીજું નામ.' તે સુપઇટ્ટ(૪) પણ કહેવાય છે.૨ ૨. સૂર્ય ૫૩.
૧. જમ્મૂ.૧૫૨
૩
પઇઢાણ (પ્રતિષ્ઠાન) દખણાવહમાં ગોયાવરી નદીના કિનારા ઉપર આવેલું નગ૨.૧ રાજા સાલવાહણ ત્યાં રાજ કરતો હતો.ર ઉજ્જૈણી નગરીના રાજાના દબાણને કારણે ચાતુર્માસની અધવચ્ચે જ આચાર્ય કાલગ(૨) ઉજ્જૈણી છોડી પઇઢાણ તરફ પ્રયાણ કરી ગયા. ત્યાં રાજા સાલવાહણની સૂચનાથી કાલગ આચાર્યે પજ્જોસવણાની તિથિ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પાંચમથી બદલીને ચોથ કરી કે જેથી સ્થાનિક ઇન્દ્ર મહોત્સવ માટે લોકોને સુવિધા રહે. ણાગવસુ શેઠ આ નગરના હતા. તેમને ણાગદત્ત(૨) નામનો પુત્ર હતો, તે શ્રમણ બની ગયો હતો.૪ આચાર્ય પાલિત્તે આ નગરના રાજા મુરુડ(૨)નું તીવ્ર શિરદર્દ મટાડ્યું, તેથી રાજા તેમનો અનુયાયી બની ગયો. વરાહમિહિર અને ભદ્દબાહુ એ બે બ્રાહ્મણ ભાઈઓને આ નગરમાં દીક્ષા આપવામાં આવી હતી. જ્યારે બદબાહુને આચાર્યપદ આપવામાં આવ્યું ત્યારે વરાહમિહિર પાછો બ્રાહ્મણધર્મી બની ગયો. પઇઢાણની એકતા ઔરંગાબાદ જિલ્લામાં ગોદાવરી નદીના કિનારા ઉપર આવેલા વર્તમાન પૈઠણ સાથે સ્થાપવામાં આવી છે.
૧.શ્રૃક્ષે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬,
ઉત્તરાક.પૃ.૨૨૯. ૨.બૃસે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬,
|૪. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ.૧૨૮૦, ૫. પિંડનિમ.પૃ.૧૪૨,વૃક્ષે.૧૧૨૩ મુરુડનો કુસુમપુરના રાજા તરીકે ઉલ્લેખ કરે છે. આવચૂ.૨.પૃ.૨૦૦,આવનિ.૧૨૯૯, ૬. કલ્પવિ.પૃ.૨૫૧, કલ્પ.પૃ.૧૬૩,
ઉત્તરાક,પૃ.૨૨૯. ૭. સ્ટજિઓ.પૃ.૧૫૪.
વિશેષાકો.પૃ.૪૦૬, ધૃમ.પૃ.૫૨. ૩.નિશીયૂ.૩.પૃ.૧૩૦-૩૧, કલ્પચૂ.
પૃ.૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org