Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 9
________________ એવા શાંત સમયે રાજપુત્રે એકાએક, એક મિષ્ટ, દિવ્ય ગાયન સાં. - ભળ્યું. ગંધર્વોની કળા કૌશલ્યને શરમાવે એવું ગીત સાંભળી, તે અપૂર્વ સંગીત શ્રવણ કરવા, રાજપુત્ર અતિ આતુર થયે. રાજપુત્ર મનમાં બે, “આહા, આ ગત કેટલું મધુર છે એનાથી શ્રવણેદ્રિયને કેટલો આલ્હાદ થાય છે, આ ગીત ઘણું કરીને ભુવન તળપરનું ન હોવું જોઈએ. અહીં જૂદા જૂદા ગંધર્વોન, વીણા ઈત્યાદિ વાર્થોના નાદ સહ ગીત સંભળાય છે તે સર્વ સ્વર એક જ છે એમ ભાસે છે. ભુવન તળપર પ્રસિદ્ધ ગંધ છે તેમના મુખથી આવું ગીત મેં સાંભળ્યું હતું બાકી બીજે કઈ સ્થળે આવું ગીત મેં સાંભળ્યું નથી ગમે તેમ પણ આ માણસ જાતનું સંગીત નથી આતે સ્પષ્ટ છે. આ કોકિલા જેવો પંચમ સ્વર કયાંથી આવે છે? આજે અપૂર્વ સંગીત હું સાંભળું છું તે મારે પ્રત્યક્ષ તે સ્થળે જઈ સાંભળવું જોઈએ અને જેવું જોઈએ એટલે કર્ણ અને નેત્ર કૃતકૃતાર્થ થયાં અને સમજીશ “હ રાજપુત્ર, ઈદ્રિય રૂપી ચેર તારા વિવેક રૂપીદ્રવ્યને ઘેરી લેઈ જાય નહીં એવા પ્રકારનું તું આચરણ રાખ” એ ગુરૂએ મને હમણાજ ઉપદેશ કર્યો છે તે આ સંગીત સાંભળવાની ઈચ્છાથી ભુલી જવાય છે. કલ્યાણ થાવ અગર નુકશાન થાવ, પણ હરેક પ્રયત્ન આ સંગીતને અથથી ઇતિ સુધી શોધ તે કરીશજ,” - આ પ્રમાણે વિચાર કરી તે ઉઠ. શરીરપર વસ્ત્ર ધારણ કરી ગળામાં અલંગ કાર પહેર્યા. કમરમાં જમૈયે ખશી હાથમાં તલવાર ઝાલી અને પહેરેગીરોની નજર ચુકાવી, કઈ જાણે નહીં તેમ ગાયનને સુસ્વર જે સ્થળેથી આવતું હતું તે દિશા તરફ ચાલતો થયો. - રાજ માર્ગ પર રાજા નગરચર્ચા જેવા આમ તેમ ફરતે હો અંધારી રાત્રિએ હરિવિકુમના ગળામાંના રત્નના પ્રકાશથી રાજાએ પિતાના પુત્રને ઓળખે. અને વિચાર કરવા લાગ્યું કે “આ શહેરમાંથી બહાર કયાં જતું હશે? આગળ જઈ શું સાહસ કરવા તેણે ધાર્યું છે? તે શું કરશે તે, તેની પાછળ પાછળ છુપાઈ જઈને મારે જવું જોઈએ.” - આ પ્રમાણે વિચાર કરી રાજા અંધકારરૂપી વસ્ત્રને બુરખો ધારણ કરી કુમા. રની પાછળ પાછળ ગયે. બંને પિતા, પુત્ર એક પાછળ એક ચાલતા હતા, ચાલતાં ચાલતાં શહેરની આજુબાજુ ના કટ આવ્યા. તે જોઈ કુમાર જરા ઉભો રહે પણ તરત જ તે વિજળીના સપાટાની માફક ના કોટ કુદી ગયો. તે જ પ્રમાણે રાજા પણ શહેરની બહાર ગયે. અને પુત્રની નજરે ન પડતાં તેની પાછળ ધીમે ધીમે ચાલતે હતો પિતાને પુત્ર હવે શું કરવાનું છે તે જેવા રાજા શહેરબહારના એક ભાગમાં પેઠે. ઉપવનમાં હીરા, માણેક આદી રત્ન જડિત એક શકાવતાર નામને મહેલ હતું તે તેણે જોયે, મહેલ ઘણે ભેટે ને ભવ્ય હતે. જે પ્રમાણે મનુષ્ય પ્રાણ પુન્યથી પાપને નાશ કરે છે તે જ પ્રમાણે મહેલમાંના રત્ન રાત્રિના અંધારાને નાશ કરતાં હતાં મહેલની આજુ બાજુ લીલાં ઝાડે અને સુગંધી વેલા વેલી હતી. વૃક્ષોની નિચે રત્ન જડિત ભુમીમાં પુપના પ્રતિબિંબ પડયાં હતાં તે જોઈને બ્રમરે ફૂલ જાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 221