Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 8
________________ ડાહ્યા પ્રધાન જે થઈ પિતાના મિત્રો સહ બેઠે. યુવરાજના મિત્રો પિતપોતાની ચોગ્યતા પ્રમાણે સિંહાસનથી જરા દુર બેઠા. પિતા, પુત્ર રાજ્ય સંબંધી વાતે કિરતા હતા તે સમયે તેમની કાન્તિ ઈદ્ર અને ઊરેંદ્ર જેવી દેખાતી હતી. તેઓ રાજ્ય કથામાં લીન થયા હતા, તેટલામાં મહોદધિ નામને એક વૃદ્ધ મુખ્ય મંત્રિ સભામાં આવ્યું. મહેદધિ મંત્રી ઘણો વૃદ્ધ હતું. તેના શરીર પરના વાળ ધોળા થયા હતા. મહોદધિએ રાજકુમારને વિષમુખ જેઈ, તથા તેને પિતાના સ્વરૂપને ગર્વ થયે છે એવું જાણી, યુક્તિથી બોલવાની શરૂવાત કરી. મહેદાધ– હે વત્સ, તું સુજ્ઞ છે તું મારા બોલવાને અન્ય અર્થ કરીશ.' નહીં. જે સંદર્યના અભિમાનથી બીજાના ગુણોનું ગૌરવ કરતા નથી તેની પાસેથી અવિવેકના ભયથી સર્વ ગુણ જતા રહે છે. હે રાજપુત્રી, મહા પુન્ય અને સર્વ ગુણ સંપન્ન પુરૂષ જ્યારે તરૂણ અવસ્થામાં આવે છે ત્યારે તે સર્વ ગુણ સંપન્ન ચંદ્ર પ્રમાણે રોગને પ્રાપ્ત કરી લે છે! મેદની એકત્ર મળેલી વાદળી જેમ પવનના સપાટાથી એક ક્ષણમાં વેરાઈ જાય છે તે પ્રમાણે ચંચળ લક્ષમી ક્ષણમાં એકઠી થાય છે અને ક્ષણમાં ત્યાગ કરીને ચાલી જાય છે. લક્ષમી નિર્મળ મનુષ્યને રજોગુણથી પ્રલિપ્ત કરે છે! માટે હે વત્સ તું એવું આચરણ રાખ કે, લક્ષ્મીને પાશમાં સપડાઈ જાય નહીં. કારણ મનુષ્યને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, મદ્ય પીવાના જે તેને લક્ષમીને નશે ચઢે છે. હે રાજપુત્ર, વિકારો તારા ચિત્તનું હરણ કરે નહીં એવું તું આચરણે રાખ. તેજ પ્રમાણે સર્વ વિષય તને કબજામાં લે નહીં એવું તું તારું વર્તન રાખ. હે રાજપુત્ર, તું ઘણે સાવધ રહે જે ઈદ્રિયરૂપી રને વિવેકરૂપી દ્રવ્યનું હરણ કરવા દઈશ નહીં. કમાર–તાત, આપે જે હિતસ્વી અને ગંભીર શીખામણ આપને આપના ગુરૂપણાને એગ્ય છે. તે સર્વ સત્ય છે. આપે મને સુકાશિત દીપ બતાવ્યું છે આ પ્રમાણે કુમાર અને મહોદધિનું બોલવું પુરૂં થતાં સભા વિસર્જન થઈ. રાજા હરિવિક્રમ સહિત સભામાંથી નીકળી રાજ્યમેહેલમાં ગયો. યુવરાજ પિતાના મંદિરમાં ગયા અને સ્નાન, અશન ઈત્યાદિ કરી આખો દિવસ જૂદા જૂદા પ્રકારના આનંદમાં કાઢયે. સાયંકાળે, સંધ્યા કૃત્ય કરી રાજાની પાટ સેવા કરવા ગયો. થોડી વાર સાહસ વાતોમાં કાળ કમણ કરી, રાજાની આજ્ઞા થવાથી કુમાર પિતાના ઉંઘવાના ઓરડામાં ગયે. પોતાના મિત્રોને પાસેના બંગલામાં છેડીને પિતે સાતમાળની હવેલીની અગાશી પર ગયા રમ્યવાસ ગૃહમાં સુંદર ગાદીપર જઈને પડયે પણ ચિંતાથી તેને ઊંઘ આવી નહીં. મધ્ય રાત્રીએ શહેરમાં સર્વ મનુષ્ય નિદ્રા વશ થયા અને સકળ વિશ્વ જાણે મૂંગું થયું હોય તેમ સર્વત્ર દેખાવા લાગ્યું. જંગલમાં આમતેમ ફરનાર ઘુવડ પક્ષી, પિતાના સ્થાનમાંથી નીકળી, સુઈ ગએલા પહેરેગીરે-ચેકીદારોને જાગૃત કરતા હતા. રાક્ષસ, પિશાચ્ય, ભૂત, વેતાળ, શાકિની, લેકેને ભય પ્રાપ્ત કરાવતા હતા જગતમાં સર્વત્ર અંધકાર પ્રસર્યો હતે. P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 221