________________
શ્રી. હમ સારસ્વત સત્ર : અહેવાલ
આ પછી ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જીવનની રૂપરેખા દ્વારા તેમજ બે પત્રિકાઓ દ્વારા સત્ર સંબંધમાં વ્યાપક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત અને મહાગુજરાતનાં વર્તમાનપત્રોએ પણ આ સત્રને પૂરતી જાહેરાત આપવામાં હૃદયભર સાથ આપ્યો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદ
શ્રી. હૈમ સારસ્વત સત્ર : પત્રિકા ૧ કરાંચી ખાતે મળેલા સાહિત્ય પરિષદ સંમેલનમાં શ્રી. કાકાસાહેબ કાલેલકરની દરખારત અને શ્રી. હીરાલાલ પારેખના અનુમોદનથી નીચેને ઠરાવ પસાર થયા હતા –
આ સંમેલન પરિષદને સુચના કરે છે કે, ગુજરાતના અગ્રગણ્યા તિર્ધર અને સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનાં સ્મરણે પરિષદની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને એ નિમિત્તે પાટણમાં શ્રી હૈમ સારસ્વત સત્ર પેજ.”
પરિષદના પ્રસ્તુત ઠરાવને અનુલક્ષીને મધ્યસ્થ સભાએ તા. ૭ મી જુન ૧૯૩૮ ને રોજ આ વિષયમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતઃ
(ક) આવતા ડિસેમ્બર માસમાં નાતાલના તહેવારોમાં પાટણમાં “શ્રી હૈમ સારસ્વત સત્ર” ભરવાની વ્યવસ્થા કરવી.
(ખ) મધ્યસ્થ સભાને એ અભિપ્રાય છે કે, ગુજરાતના આદ્ય સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનું નામ પરિષદ સાથે જોડાયેલું રહે તે માટે
(૧) એમના નામ સાથે જોડાયેલું સ્મારક પરિષદે મુંબઈમાં
ઊભું કરવું અને (૨) શ્રી. હેમચંદ્રાચાર્યનું અને તેમના યુગનું યોગ્ય સાહિત્ય
પરિષદે ગુજરાતીમાં પ્રગટ કરવું (ગ) પરિષદના આ હેતુ પાર પાડવા પૈસા વગેરેને પ્રબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org