________________
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનની
ખાસ બેઠક
પાટણમાં ઊજવાયેલા શ્રી હૈમ સારસ્વત સત્રનો અહેવાલ
પ્રાસ્તાવિક ગુજરાતી ભાષા અને સાહિત્યના ઇતિહાસમાં આ ઐતિહાસિક
સત્ર ઊજવવાની સુંદર ને પ્રેરક કલ્પના કરવાને યશ શ્રી. કનૈયાલાલ મુનશીને ભાગે જાય છે. ગુજરાતના ઈતિહાસના સુવર્ણ યુગસમા સોલંકીયુગના ગુર્જર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના પ્રતાપી મહારાજ્યનાં સમય, રાજ્યવહીવટ અને લોકજીવન આલેખતી એમની નવલત્રિવેણ--પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ અને રાજાધિરાજ-માં ઐતિહાસિક આચાર્યમણિ શ્રી, હેમચંદ્રાચાર્યના પાત્રના તેજમાં એ કલ્પનાના બીજને વિકાસ માલુમ પડે છે. ખરું જોતાં તે શ્રીયુત કનૈયાલાલ મુનશીની વિદ્યાર્થી જીવનની કારકિર્દી જેટલું એ બીજ એમનામાં જૂનું છે. ગુજરાતના બાલવિદ્યાર્થીઓના હાથમાં મુકાતા ગુજરાતના નાનકડા ઈતિહાસના વાચનકાલે, તેમજ એમના કૉલેજ-જીવનમાં લખાયેલા, “Baroda College Miscellany'માંના
Graves of the Vanished Empire '24 22H49341 કલ્પનાબીજનાં દર્શન થાય છે. આ બીજને, તેના બીજાંકુરને, ગુજરાતી ભાષાના અને સાહિત્યના આરંભના અસ્પષ્ટ ઇતિહાસની સાંકળમાં ખૂટતી ઘણી એક કડીઓ પિતાની ભારતવિખ્યાત અષ્ટાધ્યાયીદ્વારા, તેનાં સુભાષિતો દ્વારા, પૂરી પાડનાર શ્રી. હેમચંદ્રાચાર્યને ગુજરાતના એક વિરલ તિર્ધર તરીકે ક્રમાનુસાર ખીલવવામાં આવે છે. પછી અસહકારકાળના કારાવાસનિવાસમાં બહુધા લખાયેલા “Gujarat
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org