Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 16
________________ """" જ્ઞાનધારા) જેમ મરજીવા સાગરના ઊંડાણમાં જઈ મોતી પ્રાપ્ત કરે, એમ જૈન ધર્મના ઉપદેશ ગ્રંથો આગમના અતલ ઊંડાણ સુધી જઈ એના એક-એક રહસ્યોને ઉકેલી સમાજ સમક્ષ સરળ શૈલીમાં સમજ આપે છે. કુમળી વયે જૈન ધર્મના કઠિન નીતિ-નિયમોની ભઠ્ઠીમાં શેકાયા, સંઘર્ષોના વાવાઝોડાને સમભાવે સહન કર્યા અને આત્મગુણોને વિકસાવ્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, બૃહદ મુંબઈ, કોલકાતા, ચેન્નઈ આદિ ક્ષેત્રોમાં એક-એક્થી સવાયા અને ઐતિહાસિક ચાતુર્માસ કરી હજારો યંગસ્ટર્સને જીવદયાના કાર્યો દ્વારા અધ્યાત્મના માર્ગે વાળ્યા અને એમનામાં ધર્મરૂચિ જગાડી, વ્યસનમુક્ત ર્યા અને યુવાહૃદયના સમ્રાટ બની ગયા. થર્ડ આય દ્વારા વર્તમાન પરિસ્થિતિ સામે જૈન સમાજના ભવિષ્યને ખુલ્લી આંખે નિહાળી ઉન્નત બનાવવા બંધ આંખે ઉત્કૃષ્ટ સાધના અને પ્રબળ પુરુષાર્થ દ્વારા બાળકોમાં જૈનત્વના સંસ્કાર અને મોરલ વેલ્યુઝનું સિંચન કરવા ‘લુક-એન-લર્ન જૈન જ્ઞાનધામ તથા યુવા પેઢીની લાઈફમાં યુ ટર્ન લાવવા ‘અહમ યુવા ગ્રુપ'નું સર્જન કર્યું. એમના આ મિશન્સને મળતી સફળતા અને પ્રતિસાદની ફળશ્રુતિ એટલે સમસ્ત વિશ્વમાં શરૂ થયેલી સેંકડો શાખાઓ અને એમાં જોડાયેલાં હજારો-હજારો બાળકો અને યંગસ્ટર્સ ! આ ઉપરાંત મિડલ એજ માટે ધર્મ શ્રવણ અને ડીવાઈન મિશન, પરમાત્માનું ભક્તિ અને સેવા માટે “શ્રી ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ', ધ્યાન સાધના દ્વારા સ્વને મળવા માટે ‘સંબોધિ ગ્રુપ', ગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે ગુરુ સાથે સતત કનેકશનમાં રહેવા અને દષ્ટિબોધ પ્રાપ્ત કરવા માટે “અહંમ સત્સંગ', દેશ-વિદેશમાં પરમાત્માના ધર્મસંદેશના પ્રસારણ માટે ‘શાસન પ્રભાવક ગ્રુપ' અને ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો આગમને વિશ્વવ્યાપી બનાવવા... હરએકના હૃદય સુધી પહોંચાડવા... આગમ ઇંગ્લિશ ટ્રાન્સલેશન માટે જૈન આગમ મિશન' શરૂ કર્યો છે. વિધવા અને અપંગો સ્વમાનભેર જીવી શકે તે માટે તેમને સ્વાવલંબી બનાવવા ‘અહમ હેલ્પ'ની શરૂઆત કરી છે. કાઈ પણ વ્યક્તિ ધ્યાન સાધના, પરમાત્માન્ ભક્તિ અને સેવાના કાર્યો કરી શકે તે માટે સેવા, સાધના અને સમર્પણતાના સંકુલ... ‘પારસધામ' જે મુંબઈમાં ઘાટકોપરમાં, રાજકોટમાં અને કોલકાતામાં નિર્માણ પામ્યાં છે. સર્વધર્મ સમભાવની પ્રતીતિ કરાવતાં ‘પાવનધામ’ મુંબઈમાં કાંદિવલીમાં, વડોદરામાં અને કોલકાતાના હાવડા વિસ્તારમાં નિર્માણ પામ્યા છે. પ્રેમ, પ્રસન્નતા અને પોઝિટિવિટીના પ્રતિક રૂપ ૧૧૦૦ સાધર્મિક જરૂરિયાતમંદો માટેની આવાસ યોજના સર્જકની વિચારસૃષ્ટિ) એટલે નાયગાંવસ્થિત ‘પવિત્રધામ'...! પૂજ્ય ગુરુદેવશ્રીનું આગામી મિશન છે ‘વિઝન ૨૦-૨૦' જેમાં જૈન સમાજ અને રાષ્ટ્રસંત ઉન્નત કરનારા ૨૦ પ્રોજેટ્સ છે જેવા કે, જૈન બેંક, જૈન યુનિવર્સિટી, સાધકો અને સાધુ-સાધ્વીજીના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાપીઠ જે સંબોધિ વિદ્યાપીઠના નિર્માણની જાહેરાત થઈ ગઈ છે. સંત વિહાર વ્યવસ્થા, ધર્મ સ્થાનકમાં વડીલ અને બીમાર સંત-સતીજીઓ માટે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, હૉસ્પિટલ બેડ, વૉકર, ઑક્સિજન, મેડિકલ એઈડ વગેરે. - રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના દરેક મિશન્સમાં પારસી, સિંધી, પંજાબી, મારવાડી. ગુજરાતી, વૈષ્ણવ, લોહાણા આદિ નાત-જાત અને કોમના ભેદભાવ વિના જૈન-અજૈન સર્વ તન, મન, ધનથી જોડાયાં છે અને ગુરુકૃપા અને ગુરુ આશીર્વાદને અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. એટલે ત્રેવીસમા તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથની સ્તુતિ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના આરાધક અને ઉપાસક ! આ સ્તોત્ર એમને ૧૯૯૨માં જીવનની અંતિમ ક્ષણે પૂર્વજન્મની આરાધના રૂપે સ્વયં રિત થયો છે અને નવજીવન બક્ષનાર બન્યો છે. કઠિન સાધના અને સતત મરણ દ્વારા એમણે આ સ્તોત્રને આત્મસાત કર્યો છે, લાખોને આ સ્તોત્રની સમજ આપી બોલતા ક્ય છે, હજારો લોકોએ આ સ્તોત્રના સાક્ષાત્કારનો અનુભવ કરાવ્યો છે. સર્વ આત્માના હિત, શ્રેય અને કલ્યાણની ભાવનાવાળા આત્માનુભૂતિકર રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના છે કે વધુને વધુ લોકોને દેહ અને આત્માનું ભેદજ્ઞાન સમજાય, સત્યની પ્રતીતિ થાય, ધર્મની રૂચિ થાય અને સુખ, શાંતિ અને સમાધિમય જીવન સાથે આત્મકલ્યાણ સાધી માનવભવને સાર્થક કરે. એમની શુભ ભાવના, પાવન પ્રેરણા અને પ્રબળ પુરુષાર્થના સંયોગથી, એમની ભાવનાની પરિપૂર્ણતા રૂપે આજના યુગના દીકરા, દીકરીઓ સત્યની સમજ સાથે આત્મકલ્યાણના માર્ગે જવા તત્પર બની છે. એમાં ૧૧ વીરાંગનાઓ પરમ પંથે આવી ગયાં છે, એમની પ્રસન્નતા, ચહેરા પરનું તેજ અને એમની શુભ ઓરામાં ગ્રુપાના દિવ્ય દર્શન થાય છે. ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં આવા બીજા અનેક સદ્ભાગી આત્માઓ આત્મસમજ પામી રહ્યા છે. પૂજ્ય ગુદેવશ્રીની અલ્પ સમયમાં જ ૧૦૦થી વધુ આત્માઓને આત્મકલ્યાણના માર્ગે અને પંચ મહાવ્રતધારી દીક્ષા ગ્રહણ કરાવવાની ભાવનાને સાકાર કરવા પુરુષાર્થ કરી રહ્યા છે. ૩૦.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100