Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 15
________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) તેમના પર લખેલા પત્રમાં અદભુત ભાવો સાથે પ્રેરણા પૂરી પાડી છે... હે આત્મા ! તું ગભરાય છે શા માટે ? ઊઠ ઊભો થાય, કાલનો દિવસ વીતી ગયો. આજનો દિવસ પણ તેજીથી વિતી રહ્યો છે. કાળ શિર પર તૈયાર છે, બોલ આત્મન્ ! જાગવું છે કે ભાગવું છે....?' પૂ. બાપજીનું પત્રસાહિત્ય પણ વિશાળ છે. તેઓશ્રી બહુ પત્રો તો લખતાં નહીં પણ પોતાની શિષ્યાઓ જ્યારે પોતાથી દૂર અન્ય ક્ષેત્રે હોય ત્યારે પ્રસંગ આવ્યે પત્ર લખતાં તેમજ ભાવિક ભક્તોને પણ જન્મદિન, નૂતન વર્ષ, સંવત્સરિ, તપસ્યા વગેરે વગેરે પ્રસંગોએ પત્રો લખ્યા છે, તે પણ સૂચક અને જ્ઞાન-તત્ત્વથી ભરેલા... ‘તારો અભ્યાસ તથા વાંચન ચાલતા હશે. હવે ચિંતનની કલા હસ્તગત થઈ હશે. નહીં તો એ માટે ખાસ કોશિશ કરજે, ચિંતવન વગરનું ચિત્ત વિચિત્ર બની જાય છે'... ક્યાંક પત્રમાં પોતની દશાનું વર્ણન કરે છે... “હમણાં મારા મગજ અને મન ખાલી જેવા થઈ ગયા. અને હજુ પણ ખાલી કરવા ઈચ્છું છું... ! વળી સંવત્સરી કે માખીનાં ખમત ખામણા પરસ્પર થતાં હોય તે માત્ર ઔપચારિકતા ન બની રહે પણ હૃદયના પશ્ચાતાપ સાથે જાગૃતિપૂર્વક થાય તે માટે કહે છે...! ‘અનેક ભવો સુધી ખમાવાનું કાર્ય કર્યું છતાં હજુ પૂરું થયું નથી, તેનું કારણ શું છે તે શોધવું જોઈએ...?' ( પત્રોમાં ભિન્નભિન્ન દષ્ટિથી, હરીફરીને સાધના-આરાધના ને કેમ વેગ મળે તે જ વાતો આવી છે... પૂ. બાપજીની અધ્યાત્મ ભાવોને માણવાની પળો એ છે ‘અધ્યાત્મ પળે', જ્યારે આ ગ્રંથનું સંપાદન કરવાનું કાર્ય, મારા ભાગે આવ્યું ત્યારે એક બાજુ હતી મૂંઝવણ અને ગભરામણ... એ માટે કે પૂ. બાપજીએ બતાવેલાં તથ્યો અને સત્યોને એના પૂર્ણ ભાવો સાથે રજૂ કરી શકીશ કે નહીં તો બીજી બાજુ અંતરમાં અપાર હર્ષ હતો કે જેમાં પૂજ્ય બાપજીનું આત્મિક અસ્તિત્વ સમગ્રપણે ઊભરી રહ્યું છે, તેવા ભાવોની સ્પર્શના કરવાનો અવસર પામવા ભાગ્યશાળી બની. પ્રાન્ત આ ગ્રન્થ સાગરમાં ડૂબકી લગાડનારને અવશ્ય સાધનાનાં માણિક્ય હાથ લાગવાની સાથે દર્શન વિશુદ્ધિ અને ચારિત્ર પર્યવને માણવાનો મહાન લાભ થશે જ થશે... ગંથ : અધ્યાત્મ પળે (પૂ. બાપજીના વચનામૃત) સં. : ડૉ. તરુલતાબાઈ સ્વામી પ્રકાશક : લ્પતરુ સાધના કેન્દ્ર, મુંબઈ. ફોન : ૦૯૮૨૦૨૧૫૫૪૨. -:::: :::: સિદ્ધત્વની યાત્રાઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની વિચારસૃષ્ટિ -પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજી ગો. સ.ના પૂ. વીરમતીબાઈ મ.સા.ના વિદ્વાન શિષ્યા ડૉ. આરતીબાઈ મ.સ.જીએ આ. દેવચંદ્રજી ચોવીશી પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. તેમણે કેટલાંક પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જૈન આગમાં સાહિત્યના સંશોધન સંપાદનમાં એમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે) એક એવું વ્યક્તિત્વ જેમનું અસ્તિત્વ સદાય અનુભવાય. સમાજ ઉત્કર્ષ અને યુગ ઉપકારી મિશન્સ દ્વારા વિશ્વખ્યાતિને વરેલા રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ એટલે વિશિષ્ટ ગુરસ્વધારક અસામાન્ય વ્યક્તિ...!! જેનાર સર્વને પોતાના લાગે છતાં સતત 'સ્વ' આત્મામાં રમણ કરતાં કરતાં આત્માની ઉચ્ચત્તમ અવસ્થાને પામેલા મોક્ષાભિલાષી...! પ્રસિદ્ધિના શિખરે પહોંચેલા અને સિદ્ધત્વની મંઝિલ તરફ તીવ્ર ગતિથી પ્રગતિ કરનાર વિરલ વ્યક્તિ...!! ૧૯૭૦ની ૨૬મી સપ્ટેમ્બરે નાગપુરમાં શ્રી પુષ્પાબેન (જે હાલ પૂજ્યશ્રી પ્રબોધિકાબાઈ મ.સ. છે) કનૈયાલાલ ભાયાણી પરિવારમાં ત્રીજા પુત્ર તરીકે જન્મેલા મહાવીર...!! માત્ર પોણા ત્રણ વર્ષની ઉંમરે પિતૃપ્રેમનું છત્ર ગુમાવ્યું. ૧૯૯૧, ફેબ્રુઆરીમાં ૨૦ વર્ષની યુવા ઉમંરે, નાનપણથી પ્રાપ્ત સીકસ્થ સેન્સની જાગૃતિ અને અંતર રિત સંકેત પ્રમાણે દીક્ષા ગ્રહણ કર્યા બાદ ૧૯૯૬માં નવ મહિના પિતાતુલ્ય ગુરુ ભગવંત ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.નું પાવન સાંનિધ્ય પ્રાપ્ત થયું અને ઉત્કૃષ્ટ વિનય અને નિષ્કામ સેવા અને ભક્તિ દ્વારા એમના કૃપાપાત્ર અંતેવાસી સુશિષ્ય બન્યા. ૨૮

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100