________________
જ્ઞાનધારા)
પ્રશમરતિઃ શ્રી ઉમાસ્વાતિજીની વિચારસૃષ્ટિ
- ઈલા શાહ (જૈન દર્શનના અભ્યાસુ, ઈલાબહેને, પેક્ષાધ્યાન, યોગ અને જીવનવિજ્ઞાનમાં M.A. કર્યું છે. વર્લ્ડ જેના
કૉન્ફડરેશન મુંબઈ સાથે સંકળાયેલાં છે). કુશાગ્ર બુદ્ધિના ધણી, વિસ્તૃત આગમિક વિષયોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાવાળા, 'વાચસ્વય” બિરુદ ધારણ કરવાવાળા શ્રી ઉમાસ્વાતિજી રચિત પ્રશમરતિ માટે કંઈ કહેવું કે લખવું, મારા જેવી અલ્પજ્ઞાની માટે મુશ્કેલ છે, પણ આ એક જ નાનકડો પ્રયાસ છે. પ્રશમરતિના રચયિતા ઉમાસ્વાતિજીનો જન્મ શૈવધર્મી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી સંસ્કૃત ભાષા એમની છઠ્ઠા ઉપર હતી. એમને સંસ્કૃત ભાષાના પ્રધાન સંગ્રહાક' (આદ્ય લેખક) કહેવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષાનું ચલણ ત્યારે હશે કારણકે દ્વાદશ અંગ-દષ્ટિવાદના તૃતીય ભેટ સ્વરૂપ જે ચૌદ પૂર્વ છે, તે સંસ્કૃતમાં હતા એવું જૈન સાહિત્યમાં લખેલું છે. ચાર મૂળ સૂત્રોમાંનું એક ‘અનુયોગ દ્વાર' પણ પાકૃત અને સંસ્કૃતમાં હોવાનો ઉલ્લેખ છે.
શ્રી ઉમાસ્વાતિ વાચકવંશના હતા. પૂર્વકાળમાં વાચકવંશ વિદ્યમાન હતો જે વિદ્યાપ્રિય હોવાની સાથે સાથે આગમોનું અધ્યયન અને કંઠસ્થ કરીને એના પઠન અને પાઠનમાં તલ્લીન રહેતો. આ વર્ગ શ્વેતાંબર અને દિગંબરોના તીવ્ર મદભેદો વચ્ચે પણ તટસ્થ રહીને આમિક પરંપરાને સંપૂર્ણ સમર્પિત હોવાની પુષ્ટિ મળે છે. કદાચ એટલે જ એમના દ્વારા રચિત તત્વાર્થસૂત્ર બધા જ ફિરકાઓમાં ભક્તિ અને બહુમાનપૂર્વક સ્વીકાર્ય છે.
| શ્રી ઉમાસ્વાતિજી દ્વારા રચિત ‘પ્રશમરતિ' ગ્રંથ અધ્યાત્મનો સ્વાધ્યાય માટેનો અદભુત ગ્રંથ છે. સંસારી જીવોનું ચાર ગતિમાં ભ્રમણનું કારણ રાગ અને દ્વેષ છે. આ ગ્રંથમાં રાગદ્વેષ દ્વારા થતા કર્મબંધન, તેના વિસ્તૃત કારણો અને એ કારણોથી
- ૧૬૭
‘
સર્જકની વિચારસૃષ્ટિ) બચવાના ઉપાયોનું નિરૂપણ કર્યું છે. આગમમર્મજ્ઞ શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્રમાં આગમોને નાના સૂત્રો દ્વારા ઉજાગર કર્યા છે તો પ્રશમરતિમાં જૈન આગમોના પ્રવેશદ્વાર સમા આચારંગ સૂત્રના આચારધર્મને વાચા આપી છે. તત્ત્વોને જાણ્યા પછી જો તે આચારમાં ન ઊતરે તો ફક્ત જાણ્યાનું સુખ મળે. તેની ફલશ્રુતિ તો એ તત્ત્વો જીવનમાં, આચારમાં, વ્યવહારમાં ઊતરે ત્યારે જ મળે. જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. આમ કારણ સમજ્યા પછી તેને વ્યવહારમાં મૂકવાનો અનુરોધ હોવાથી પ્રશમરતિ’ને આચારપ્રધાન ગ્રંથ કહી શકાય.
આ ગ્રંથનું શીષર્ક ‘પ્રશમરતિ’ બે શબ્દનો બનેલો છે. શમનો અર્થ છે શમન, સમાપ્તિ. જ્યારે બધાં કર્મોનો ક્ષય થાય ત્યારે જે આનંદ ઉત્પન્ન થાય તે અલૌકિક છે. પ્રશમ અટલે એવું શમન કે જેમાં રાગદ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય. રાગદ્વેષનું કારણ મિથ્યાદર્શન છે. ઉમાસ્વાતિજી રાગને મમકાર અને દ્વેષને અહંકાર તરીકે કરે છે. રોગનો વિસ્તાર માયા અને લોભમાં થાય છે જ્યારે દ્વેષનો ક્રોધ અને માનમાં થાય છે. એનાથી બચવા માટે વિવિધ ઉપાયોનું વર્ણન ૩૧૪ શ્લોકો દ્વારા વિસ્તારથી આલેખ્યું છે. અને તે ઉપાયો છે - પાંચ વ્રત, બાર ભાવના, દશ યતિધર્મ, ત્રિવિધ મોક્ષમાર્ગ અને ધ્યાન ઉપરાંત નવ તત્વ, છ દ્રવ્ય અને તત્વાર્થસૂત્રમાં જેના વિશે નથી લખાયું એવા કેવલિસમૃદ્ધતાનું પણ વર્ણન કરે છે. અહીં એ વાતનું સ્મરણ રહે કે તત્ત્વાર્થસૂત્ર દાર્શનિક ગ્રંથ છે જ્યારે પ્રશમરતિ આચારને પ્રાધાન્ય આપે છે. એવું વિદિત થાય કે તત્વાર્થસૂત્ર પછી એમણે પ્રશમરતિની રચના કરી હશે. શ્રી ઉમાસ્વાતિજીના બીજા સર્જનનો વિચાર કરીએ તો એમણે પાંચસો ગ્રંથોની રચના કરી હતી, પણ અત્યારે ફક્ત પાંચ જ કૃતિઓ ઉપલબ્ધ છે જેમાં તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, જંબૂદ્વીપસમાસ, પૂજા પ્રકરણ અને સાવયપષ્ણતિ છે..
પ્રશમરતિની શરૂઆત, એ સમયના રિવાજ પ્રમાણે મંગલની સાથે કરતાં શ્રી ઉમાસ્વાતિજી લખે છે કે ચરમશરીરી અને યતિધર્મના જાણકાર, નાભિપુત્ર શ્રી આદિનાથ પ્રથમ અને સિદ્ધાર્થ પુત્ર મહાવીરસ્વામી અંતિમ છે એવા ૫+૯+૧૦ (૨૪) તીર્થકરોનો જય હો. ૫, ૯ અને ૧૦ના આંકડાનો ગુણાંક ચોવીસી દર્શક હોવાની સાથે સાથે પાંચ મહાવ્રત, નવકારનાં નવ પદ અને દશ પ્રકારના શ્રમણધર્મની તરફ ઈશારો કરતાં હોવાનું જણાવતાં લેખક કહે છે કે આ જ સાધના રહસ્ય છે ચરમશરીરી બનવાનો. સાથે જ પાંચ પરિમેષ્ઠિને પણ વંદન કરીને
- ૧૬૮ -
84