________________
જ્ઞાનધારા) શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે, પ્રશમરસમાં પ્રીતિ, તલ્લીનતા અને રતિ કેવી રીતે ઉત્પન્ન થાય જે દીર્ઘકાળ સુધી ટકી રહે તે કહીશ. અશક્તિની કલ્પના કરીને આળસુ બનેલા સંસારી જીવોને દ્વાદશાંગીના ગહન અર્થોનો ખૂબ જ સરળતાથી પરિચય કરાવીને ભવ્ય પ્રેરણાનું પાન કરાવ્યું છે. આ ગ્રંથની મૂળભૂત વસ્તુઓ ચૌદપૂર્વમાંથી આવેલી છે. શ્રી ઉમાસ્વાતિજીને પ્રશમ-વૈરાગ્ય બહુ જ પ્રિય હતો. જેને જે પ્રિય હોય તે બીજાને આપવા પ્રેરાય. તત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગ બતાવ્યો હોવા છતાં સંસારીના ચંચળ મનથી સુપરિચિત એમણે પ્રશમરતિની રચના કરી. ગ્રંથની શરૂઆતમાં નમસ્કાર કરીને લેખકે પોતાની નમ્રતા બતાવી છે. તે ઉપરાંત આ પ્રકરણમાં શું કહેવાનું છે અને કયા હેતુથી કહેવાનું છે તે સબંધી વાત કરી છે.
બીજું વૈરાગ્ય, ત્રીજું કષાયો અને વિષયોના પ્રકરણમાં લેખક કહે છે, અજરઅમર સિદ્ધબદ્ધ થવાનો માર્ગ કપાય પર વિજયમાં છે. એટલા માટે પ્રથમ તો આપણને ઇન્દ્રિયોને સમજવી પડે. ઇન્દ્રિયજન સુખોને સ્થાયી માનીને મિથ્યાત્વની ઊંડી ખીણમાં પડે છે. પૌલિક વિષયો અને ઇન્દ્રિયનાં સુખો મૃગજળ છે. સંસારનો કોઈ પણ પદાર્થ રાગ કરવા જેવો નથી. ઉત્તરાધ્યાન સૂત્રમાં કહે છે કે -
न सा जाई, न सा जोणी, न तं ठाणं न तं कुलं ।
न जाया, न मुआ जत्थ, सब्बे जीवाडणंतसो॥ એવી કોઈ જાતિ, યોનિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી જ્યાં પ્રત્યેક પ્રાણી અનંતવારના જન્મ-મરણ ન પામ્યો હોય.
- જ્યાં સુધી પૌગલિત વિષયોથી વિમુખ થઈને વૈરાગ્ય ભાવના દઢ નથી થતી ત્યાં સુધી કષાયોથી ઘેરાયેલો જીવ ચારે ગતિમાં ભ્રમણ કરતો રહે છે. શરૂઆતમાં જ વિષયોને જન્મ આપનાર રાગદ્વેષના પર્યાયો અને એના દ્વારા બંધાતા આઠ કર્મોનું વર્ણન છે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયો અને ચાર કષાયો પર અંકુશ મેળવવા ઉદાસીનભાવ, વૈરાગ્યની વાત કરી છે. આ વૈરાગ્યભાવને કેવી રીતે લાવવો એ ૪થા પ્રકરણમાં બતાવે છે.
૪થું આચાર પ્રકરણ અત્યંત મહત્ત્વનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ પ્રકારના આચારમાં સમગ્ર જૈનદર્શનનો સાર છે. શ્રી સુધર્માસ્વામી આચારાંગસૂત્રમાં જે આચાર બતાવે છે તેનો સાર આ પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. આ પંચાચાર પાળવાથી વૃત્તિઓ ઉપર અજબ સંયમ સ્વાભાવિક રીતે આવે છે.
૧૬૯
સર્જકની વિચારસૃષ્ટિ) - પાંચમા સુખ પ્રકરણમાં કદાચ પુનરોક્તિ પણ ઇન્દ્રિયસુખની અભિલાષા ન કરતાં વૈરાગ્ય તરફ જવાની, વૈરાગ્યમાર્ગમાં વિઘ્ન તરીકે આવતા ઈન્દ્રિયના વિષયોની વાત છે. ખરું સુખ કોને અને ક્યારે મળે તે સમજવા માટે પ્રશમસુખનો ખરેખર અભ્યાસ કરવો. સાચું આચરણ કરવાના નિયમો જાણી લીધા પછી સાચા શાશ્વત સુખને સમજવું અને સમજીને તેને બરાબર આદરવું અને તે મેળવવા આદર્શ રાખવો. Moral of the story કે કષાયો જે કષ+આય સંસારને વધારનારા છે તેનાથી વિમુક્ત થવું અને છોડ્યા પછી જ સાચા સુખનો, શાશ્વત સુખનો અનુભવ થશે તે અવર્ણનીય છે.
આ કષાયોને ઉદયમાં આવવાના જે જે નિમિત્તો હોય તેનાથી દૂર રહીને કષાયોને શાન કરવાના ઉપાયોનું આસેવન પણ મન, વચન અને કાયાથી નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. આત્મસંકલ્પપૂર્વક જો આ ઉપાયો કરવામાં આવે તો કષાયોની પ્રબળતા ઘટે જે રાગદ્વેષના કાતિલ વિષને ઉતારવા સમાદિનું આ સેવન દઢ નિર્ધાર સાથે કરવું પડશે. કષાયવિજય માટે શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે પાંચ આશ્રવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો પર વિજય અને ત્રણ દંડથી (મન દંડ, વચન દંડ, (દંડ)થી વિરામ, આ સત્તર પ્રકારના સંયમ એટલે પાપસ્થાનોથી વિરામ પામવાનો હોય છે. મન, વચન અને કાયા જ્યારે શુભ પ્રવૃત્તિઓમાં હોય ત્યારે તેમને ‘ગુપ્તિ' કહેવામાં આવે છે અને અશુભ હોય ત્યારે દંડ કારણ કે આત્મા તેની સાથે દંડાય છે. એનો ઉપાય બતાવતાં ૧૮૦મા શ્લોકમાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે, અહંકાર અને મમકારના ત્યાગથી આત્મા અત્યંત દુર્જય અને બળવાન બની પરિષહ, ગારવ, કષાય, દંડ અને ઇન્દ્રિયોના વ્યહનો નાશ કરી નાખે છે.
હવે આપણે ભાવના વિશે વિચારીએ. ભાવનાનો પ્રદેશ મન છે. પહેલાં મનમાં સત્યસ્વરૂપ સમજવું જોઈએ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આ આખો સંસાર સમજ્યા-જાણ્યા વગર તેનો ત્યાગ સંભવ નથી, અશરણ, અનિત્ય વગેરેની ચિંતવના કરતાં જ્ઞાન, દર્શન પર શુદ્ધ શ્રદ્ધારૂપ બોધિદુર્લભભાવના ભાવતાં ભાવતાં બીજું બધું ત્યાગીને પોતાનું કંઈ સારું થાય તેવી પ્રગતિ કરવાનું શ્રી ઉમાસ્વાતિજી લખે છે. યતિધર્મ ને ભાવના પછી મૂકવાનું કારણ તે ફક્ત ભાવનાના વિચારમાં ને વિચારમાં પડી ન રહેતાં હવે એ વિચારણાને દશ યતિધર્મરૂપી વ્યવહારમાં મૂક. કારણ કે દશ પ્રકારના યતિધર્મો જૈન શાસ્ત્રનો સાર છે અને ખૂબ શાંતિ અપાવનાર હોઈ ખાસ આરાધવા લાયક છે.
- ૧૭o -